Kutch-Earthquake/ કચ્છના ભૂકંપનો આંચકો, 3.4ની તીવ્રતા

કચ્છમાં સવારે ભૂકંપનો આંચકો આવતા ભયનો માહોલ સર્જાઈ ગયો છે. લોકો હાંફળાફાંફળા બનીને બહાર આવી ગયા હતા. કચ્છના સરહદી વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો.

Gujarat Top Stories Others Breaking News
Beginners guide to 10 1 કચ્છના ભૂકંપનો આંચકો, 3.4ની તીવ્રતા

Kutch News: કચ્છમાં સવારે ભૂકંપનો આંચકો આવતા ભયનો માહોલ સર્જાઈ ગયો છે. લોકો હાંફળાફાંફળા બનીને બહાર આવી ગયા હતા. કચ્છના સરહદી વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપના આ આંચકાનું કેન્દ્રબિંદુ લખપતથી 60 કિ.મી. દૂર નોંધાયું છે. આંચકાના લીધે લોકોએ ગભરાટની લાગણી અનુભવી હતી. કચ્છમાં હવે ભૂકંપના આંચકા અવારનવાર આવી રહ્યા છે.  આ પ્રકારના આંચક લગભગ અમુક-અમુક દિવસના અંતરે નોંધાય છે. આ આંચકાની તીવ્રતાની સરેરાશ સામાન્ય રીતે 3થી 4 રિક્ટર સ્કેલની વચ્ચે હોય છે.

ઉલ્લેખનીય છે કે કચ્છમાં 2001માં આવેલા ભૂકંપને રીતસરનો વિનાશ વેર્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9ની હતી. તેની અસર સમગ્ર પશ્ચિમ ભારતમાં અનુભવાઈ હતી. કચ્છમાં આવેલો આ ભૂકંપનો આંચકો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ અનુભવાયો હતો. સરકારે આ ભૂકંપ અંગે જાહેર કરેલા મૃત્યુના સત્તાવાર આંકડા મુજબ લગભગ દસ હજાર લોકોથી વધુના મોત થયા હતા. 25 હજારથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કેટલાય લોકો ગુમ થઈ ગયા હતા. ભૂકંપની આ હોનારતમાંથી તો કચ્છ બેઠું થઈ ગયું, પરંતુ તેની સ્મૃતિઓમાંથી હજી પણ તે ભૂકંપ ઘયો નથી.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેદારનાથમાં હાર્ટએટેક કારણે આણંદની પરિણીતાનું મોત

આ પણ વાંચો: જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન અથડામણ

આ પણ વાંચો: જેની રાહ જોવાતી હતી તે ક્ષણ હવે આવી, વંદે ભારત આ માર્ગ પર કરશે કમાલ