Not Set/ ભુજ: પૂર્વ નગરસેવકના ઘર પર મધરાતે ફાયરિંગ મામલો, છ આરોપીઓની ધરપકડ

ભુજ, ભુજના પૂર્વ નગરસેવકના ઘર પર મધરાતે ફાયરિંગ કરવાના કિસ્સામાં પોલીસે કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદમાં ચાર શકમંદો દર્શાવાયા હતા. તે સહિત અન્ય બે આરોપીઓ પોલીસ ગિરફતમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, ભુજના પાટવાડી નાકા બહાર રહેતા મુસ્લિમ અગ્રણી અને પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટીના ઘરના ગેટ પર એક રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું […]

Top Stories Gujarat Others Videos
mantavya 354 ભુજ: પૂર્વ નગરસેવકના ઘર પર મધરાતે ફાયરિંગ મામલો, છ આરોપીઓની ધરપકડ

ભુજ,

ભુજના પૂર્વ નગરસેવકના ઘર પર મધરાતે ફાયરિંગ કરવાના કિસ્સામાં પોલીસે કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદમાં ચાર શકમંદો દર્શાવાયા હતા. તે સહિત અન્ય બે આરોપીઓ પોલીસ ગિરફતમાં આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ભુજના પાટવાડી નાકા બહાર રહેતા મુસ્લિમ અગ્રણી અને પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટીના ઘરના ગેટ પર એક રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

ફરિયાદીએ યુનુસ જુમા હિંગોરજા, ઈસ્માઈલ જુમા હિંગોરજા, અયુબ જુમા હિંગોરજા અને ઈમરાન ઊર્ફે પપ્પુડો સુમરા પર શંકા દર્શાવી હતી. જે આધારે પોલીસ આ તમામને ઝડપી પાડ્યા હતા. બાદમાં પોલીસે સઘન પૂછપરછ કરતા ચારેય જણે ગુનો કબૂલી લીધો હતો.