Not Set/ કચ્છ : ‘વાયુ’ વાવાઝોડાની અસરથી નલિયામાં છવાયો વરસાદી માહોલ

ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસર હજુ સંપૂર્ણ રીતે ગઇ નથી. અરબી સમુદ્રમાં હાલ કેન્દ્રિત વાવાઝોડામાં હવાનું દબાણ ઉભું થયા બાદ હવે આજે વાયુ કચ્છ તરફની દિશા તરફ પરત ફરે તેવુ હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યુ છે. ખાસ કરીને કચ્છનાં નલિયામાં વાયુ વાવાઝોડાની અસર બપોર બાદ જોવા મળે તેવા એંધાણ છે. તે સમયે 45થી 60 કિલોમીટરની ઝડપે […]

Top Stories Gujarat Others
cyclone vayu 3 કચ્છ : ‘વાયુ’ વાવાઝોડાની અસરથી નલિયામાં છવાયો વરસાદી માહોલ

ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસર હજુ સંપૂર્ણ રીતે ગઇ નથી. અરબી સમુદ્રમાં હાલ કેન્દ્રિત વાવાઝોડામાં હવાનું દબાણ ઉભું થયા બાદ હવે આજે વાયુ કચ્છ તરફની દિશા તરફ પરત ફરે તેવુ હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યુ છે. ખાસ કરીને કચ્છનાં નલિયામાં વાયુ વાવાઝોડાની અસર બપોર બાદ જોવા મળે તેવા એંધાણ છે. તે સમયે 45થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ છે. પવનની સાથે સાથે અહી ભારે વરસાદ પડે તેવી પણ સંભાવનાઓ છે.

ગુજરાતમાં વાયુ વાવાઝોડાને લઇને છેલ્લા ઘણા દિવસોથી તંત્ર એલર્ટ મોડમાં દેખાઇ રહ્યુ છે. ત્યારે હવે મળી રહેલી માહિતી અનુસાર કચ્છનાં નલિયામાં પણ વરસાદી માહોલ છવાયો છે. અહી ઝરમર વરસાદને પગલે NDRF ની 1, BSFની 1 ટીમ અને મરીન ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવેલ છે. સાથે અબડાસાનાં દરિયાકાંઠાનાં 135 ગામો ભયમાં મુકાઇ શકે તેવી પણ વકી છે. આ 135 ગામોમાંથી 15 ગામ તો અત્યંત નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે. અહી લગભગ 4000 સ્થાનિકોને જરૂર પડે ત્યારે સ્થળાંતરિત કરવામાં આવી શકે છે. હવામાન વિભાગનાં પૂર્વાનુમાન મુજબ ૧૭મીએ કચ્છ અને સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આપને જણાવી દઇએ કે, ૧૭મીએ રાત્રે હવાનું દબાણ વધી ગયા બાદ ઉત્તર ગુજરાતની દિશા તરફ તે આગળ વધશે. વાયુ વાવાઝોડાની આગળ વધવાની ઝડપ રવિવાર સાંજે અરબી સમુદ્રમાં પ્રતિ કલાક ૧૨ કિલોમીટર હોવાનું જાણવા મળ્યું હતું.

વાયુ વાવાઝોડું ગુજરાતનાં કચ્છ સાથે ટકરાવ્યા બાદ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ જશે. આપને જણાવી દઇએ કે, આ સમયે 40થી 50 કિલોમીટરેની ઝડપે પવન ફૂંકાશે તેમજ રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી પણ સંભાવનાઓ છે. આપને યાદ હશે કે, આ પહેલા ૧૩ જૂનનાં રોજ વાયુ વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું હતું. તે સમયે વાવાઝોડાની અંદરની સ્પીડ 12થી 14 કિલોમીટર પ્રતિ કલાકની હતી, જે અત્યારે ઘટી જતા 6 કિલોમીટર પ્રતિ કલાકની થઇ ગઇ હોવાનું હવામાન ખાતાનાં સુત્રોનું કહેવુ છે. જો કે વાવાઝોડાનાં અસરનાં કારણે ગુજરાતની ઉત્તર-પશ્ચિમ દિશામાં ભારે વરસાદ પડી શકે તેવી પણ વકી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.