National/ ભગવાન તેમને બાળકો આપે જેથી તેઓ પરિવારવાદ કરી શકે : લાલુ યાદવનો PM મોદી અને નીતિશ કુમાર પર કટાક્ષ

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભગવાન પીએમ મોદી અને સીએમ નીતિશ કુમારને પુત્ર અને પુત્રી આપે જેથી તેઓ પરિવારવાદ કરી શકે. લાલુ પ્રસાદના આ નિવેદન પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ જોરદાર રીતે પોતાની પ્રતિક્રિયા આપી

Top Stories India
નીતિશ કુમાર ભગવાન તેમને બાળકો આપે જેથી તેઓ પરિવારવાદ કરી શકે

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર કટાક્ષ કર્યો હતો. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભગવાન પીએમ મોદી અને સીએમ નીતિશ કુમારને પુત્ર અને પુત્રી આપે જેથી તેઓ પરિવારવાદ કરી શકે. લાલુ પ્રસાદના આ નિવેદન પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ જોરદાર રીતે પોતાની પ્રતિક્રિયા આપી

વાસ્તવમાં, તે આખા દેશમાં ચાલી રહેલા મુદ્દાઓ વિશે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.  આ દરમિયાન જ્યારે પીએમ નરેન્દ્ર મોદીના પરિવારવાદના નિવેદન પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે જો નીતિશ કુમાર અને પીએમ મોદીને સંતાન નથી તો હું શું કરી શકું. નીતિશ કુમારને એક પુત્ર છે પરંતુ તે રાજકારણ માટે યોગ્ય નથી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમને બાળકો મળે જેથી તે પરિવારવાદ  કરી શકે.

હિજાબને લઈને આ વાત કહીઃ

લાલુ પ્રસાદ યાદવે કર્ણાટકમાં હિજાબને લઈને ચાલી રહેલી ચર્ચા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે. આ માટે બીજેપી અને મોદી અન્ય કોઈ જવાબદાર નથી. 70 વર્ષ બાદ દેશ ફરી બ્રિટિશ ભાજપ જેવો થઈ ગયો છે. આ સાથે તેમણે મોંઘવારી મુદ્દે કહ્યું કે, પીએમ મોદી પોતાના ભાષણમાં ગરીબી પર વાત કરવાને બદલે મંદિર-મસ્જિદ જ કરે છે.

અમદાવાદ / સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને ધ વોઇસ ઓફ ધ કસ્ટમર’ એવોર્ડ એનાયત

Monkey Fever / ઓમિક્રોનમાં વધુ એક વાયરસનો હુમલો, હવે ‘મંકી ફીવર’ માણસોને ચેપ લગાવી રહ્યો છે, જાણો લક્ષણો