Not Set/ લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, પરિવાર પહોંચ્યો હોસ્પિટલ

ચારા કૌભાંડ મામલે સજા ભોગવી રહેલા આરજેડી સુપ્રીમો અને બિહારનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડ્યા બાદ તેમના પરિવારનાં સભ્યો રાંચી પહોંચ્યા હતા….

India
Untitled 65 લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, પરિવાર પહોંચ્યો હોસ્પિટલ

ચારા કૌભાંડ મામલે સજા ભોગવી રહેલા આરજેડી સુપ્રીમો અને બિહારનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડ્યા બાદ તેમના પરિવારનાં સભ્યો રાંચી પહોંચ્યા હતા. બિહારનાં પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી, વિપક્ષી નેતા તેજશ્વી યાદવ, તેજ પ્રતાપ અને પુત્રી મીસા ભારતી શુક્રવારે લાલુ યાદવને જોવા માટે રાંચીની રિમ્સ હોસ્પિટલમાં પહોંચ્યા, જ્યાં લાલુ યાદવની સારવાર ચાલી રહી છે. લાલુની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.

લાલુ યાદવને મળવા આવેલા તેજસ્વી યાદવે રિમ્સને છોડ્યા બાદ કહ્યું, “અમારું કુટુંબ તેમના માટે વધુ સારી સારવાર ઇચ્છે છે. રિપોર્ટ આવ્યા પછી, ડોકટર્સે વિશ્લેષણ કરવાનું છે કે તેમને અહીં સારવાર આપવામા આવી શકે છે. તેમની સ્થિતિ ગંભીર છે. હું શનિવારે મુખ્ય પ્રધાનને મળીશ.” વળી રિમ્સનાં વરિષ્ઠ તબીબે જણાવ્યું કે, લાલુ યાદવને ફેફસામાં ચેપ છે અને અમે તેની સારવાર કરી રહ્યા છીએ. અમે એઇમ્સની સ્થિતિને એઇમ્સનાં ફેફસાનાં એચઓડી સાથે ચર્ચા કરી છે.”

લાલુ પ્રસાદ યાદવનો કોવિડ ટેસ્ટ કરાયો

રાંચી જતા પહેલા તેજસ્વી યાદવે કહ્યું કે, અત્યાર સુધી તેમનો કોવિડ ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. તેમણે કહ્યું, ‘જ્યાં સુધી અમે જાણીએ છીએ, ત્યાં સુધી તેમનો કોવિડ તપાસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ વધુ તપાસ કરવામાં આવી રહી છે. બધી તપાસ કરવામાં આવે તે પછી જ અમે વધુ કહી શકીશું. મારો ભાઈ, માતા અને હું તેમને જોવા માટે રાંચી જઈ રહ્યા છીએ.”

તેજ પ્રતાપ કરાવી રહ્યા છે પૂજા

લાલુ યાદવની તબિયત સુધારવા માટે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ વિશેષ પૂજા કરી રહ્યા છે. આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવે તેમના નિવાસસ્થાને 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. તેજ પ્રતાપે કહ્યું, “પિતાની તબિયત ખરાબ છે, ડોક્ટરની ટીમ રોકાયેલ છે. તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ સ્વસ્થ થઇ જાય. ઘણા દિવસોથી તેમની તબિયત સારી નથી. લીવરની સમસ્યા છે.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો