Curfew/ તમામ તૈયારી બાદ છેલ્લી ઘડીએ વિઘ્ન, 21-22 નવેમ્બરે હતા હજારો લગ્ન, આવી થઇ રહી છે માંગ

કોરોનાએ આમતો કહી શકાય કે વિશ્વભરમાં અનેક વસ્તુ અને સ્થિતિને ફેરવી નાખી છે અને આટલા સમયમાં જે ન બન્યુ હોય તે કોરોનાકાળમાં બની ગયુ તે દાખલા સાથે આપણી સામે છે.

Ahmedabad Gujarat
marrige તમામ તૈયારી બાદ છેલ્લી ઘડીએ વિઘ્ન, 21-22 નવેમ્બરે હતા હજારો લગ્ન, આવી થઇ રહી છે માંગ
  • અમદાવાદમાં અચાનક કર્ફયૂથી લગ્નની આડે વિધ્ન
  • 21-22 નવેમ્બરે યોજાવાના છે હજારો લગ્ન
  • અચાનક કર્ફયૂથી નહીં યોજાઇ શકે લગ્ન
  • ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને હોલ સંચાલકો મૂંઝવણમાં
  • વરપક્ષ-કન્યાપક્ષની મુશ્કેલીમાં પણ વધારો
  • તમામ તૈયારી બાદ છેલ્લી ઘડીએ વિઘ્ન
  • હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો પણ પરેશાનીમાં

કોરોનાએ આમતો કહી શકાય કે વિશ્વભરમાં અનેક વસ્તુ અને સ્થિતિને ફેરવી નાખી છે અને આટલા સમયમાં જે ન બન્યુ હોય તે કોરોનાકાળમાં બની ગયુ તે દાખલા સાથે આપણી સામે છે. અનેક નદીઓ અને વિસ્તારો સ્વચ્છ થઇ ગયા તો પોલ્યુશન જેવા પ્રશ્નોમાં પણ રાહત થઇ ગઇ તે આશિર્વાદની સાથે સાથે અનેક અભિશ્રાપ પણ કોરોનામાં બન્યા છે. અર્થતંત્રની કમર ટુટી, GDP અધધધ ( – ) માઇન્સમાં આવી ગયો વિગેરે વિગેરે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં વધતા કોરોનાનાં કહેરને કાબુમાં લેવા માટે 57 કલાકનો કરફ્યુ અચાનક અમલી કરી દેવામાં આવતા બીજા જ પ્રકારની મુશ્કેલી જોવામાં આવી રહી છે.

જી હા, કોરોનાના વધી રહેલા કેસોના કારણે અમદાવાદ શહેરમાં શનિવાર અને રવિવાર એ બે દિવસ સંપૂર્ણ કરફ્યુ લાદવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. અમદાવાદમાં એકાએક કરફ્યૂથી ઇવેન્ટ મેનેજરો મૂંઝવાયા છે. કારણ છે કે આ દિવસો એટલે કે તારીખ 21 અને 22 અમદાવાદ શહેરમાં હજારોની સંખ્યામાં લગ્ન છે. તમામ તૈયરી અને તે પણ કોરોના માર્ગદર્શીકા પ્રમાણેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. હાલ તો એવા છે કે હજારો ઘરોમાં લિલા તોરણ પણ બંધાઇ ચૂક્યા છે. શરણાઇના શુર પણ ક્યાક ક્યાક રેલાઇ રહ્યાનું સંભળાઇ રહ્યું છે.

લગ્ન માટે લોકોમાં થનગનાટ હતો, ભલે લિમીટેડ રીતે પણ લગ્ન યોજાય રહ્યા છે. બસ તમામ બાબતો અને ખાસ કરીને અચાનક કરફ્યુનાં કારણે ઇવેન્ટ મેનેજરો મૂંઝવાયા છે અને દિવસનું કરફ્યુ હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વરપક્ષ-કન્યાપક્ષની મુશ્કેલીમાં પણ વધારો થયો જ છે અને ઘણા તો ટેન્સનમાં આવી ગયા છે કે હવે આ લગ્ન થશે કે કેમ. તમામ તૈયારી બાદ છેલ્લી ઘડીએ વિઘ્નનાં કારણે હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો પણ પરેશાનીમાં જોવામાં આવી રહ્યા છે.