Not Set/ લતા મંગેશકરની તબિયત બગડતા બહેન આશા ભોંસલે હોસ્પિટલ પહોચ્યા

લતા દીદીની તબિયત ફરી બગડી છે. તેઓ હજુ પણ ICUમાં છે અને ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેશે. છેલ્લા 27 દિવસથી, તેઓ હોસ્પિટલમાં દાખલ છે

Top Stories Entertainment
3 7 લતા મંગેશકરની તબિયત બગડતા બહેન આશા ભોંસલે હોસ્પિટલ પહોચ્યા

લતા મંગેશકરની તબિયત બગડતી હોવાથી લતા મંગેશકરની બહેન આશા ભોંસલે આજે તેમની ખબર અંતર કાઢવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, આશા ભોંસલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બહેન લતા મંગેશકરની તબિયત જેવા માટે ગયા હતા,આશા ભોસલેએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, “ડૉક્ટરે કહ્યું છે કે તે હવે સ્થિર છે.”આશા ભોસલે ઉપરાંત, ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર, સુપ્રિયા સુલે અને રશ્મિ ઠાકરે પણ લતા મંગેશકરની મુલાકાત લેવા હોસ્પિટલ પહોંચતા જોવા મળ્યા હતા. અગાઉ, એવા અહેવાલ હતા કે MNS વડા રાજ ઠાકરે પણ લતા મંગેશકરને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “અમે પ્રાર્થના કરીએ છીએ કે તે જલ્દીથી સ્વસ્થ થાય અને ઝડપથી સ્વસ્થ બને. અમે તેને અને ડૉક્ટરોને મળ્યા, તેઓએ કહ્યું કે તે હવે સારી છે.”

લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, લતા મંગેશકરની તબિયત ફરી એક વખત બગડી છે. સુપ્રસિદ્ધ ગાયક ડોકટરોના નિરીક્ષણ હેઠળ ICUમાં રહેશે. તેણીની તબિયત સુધરી રહી હોવાના અહેવાલ મળ્યાના દિવસો બાદ આ સમાચાર આવ્યા છે અને તેણીમાં સતત સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે.લતા મંગેશકરની તબિયત અંગે તાજેતરનું નિવેદન વાંચવામાં આવ્યું “લતા દીદીની તબિયત ફરી બગડી છે. તેઓ હજુ પણ ICUમાં છે અને ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેશે. છેલ્લા 27 દિવસથી, તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. “