Not Set/ લાફ્ટર થેરાપીથી એક સુરતીએ જીત્યુ કાશ્મીરનાં લોકોનું મન

લોકડાઉનનાં સમયથી સુરતમાં માત્ર યોગા જ નહીં પરંતુ લાફ્ટર યોગાનો પણ ક્રેઝ વધ્યો છે. ત્યારે સુરતનાં લાફટર થેરાપીસ્ટે કાશ્મીરનાં લોકોને પણ આ થેરાપીથી હસાવ્યા છે.

Gujarat Surat
Untitled 127 લાફ્ટર થેરાપીથી એક સુરતીએ જીત્યુ કાશ્મીરનાં લોકોનું મન

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

લોકડાઉનનાં સમયથી સુરતમાં માત્ર યોગા જ નહીં પરંતુ લાફ્ટર યોગાનો પણ ક્રેઝ વધ્યો છે. ત્યારે સુરતનાં લાફટર થેરાપીસ્ટે કાશ્મીરનાં લોકોને પણ આ થેરાપીથી હસાવ્યા છે.

AMCનો નિર્ણય: અમદાવાદમાં હોળીનાં પર્વ પર તમામ ક્લબ,સ્વિમિંગ પુલ,પાર્ટી પ્લોટ બંધ

જીવનમાં જેટલું હસવાનું મહત્વ છે તેટલું જ રડવાનું પણ મહત્વ છે. બન્ને કાર્ય કરવાથી વ્યક્તિનો સ્ટ્રેસ દૂર થાય છે. જેથી લોકો લાફ્ટર યોગા તરફ વધુ આકર્ષાયા છે. ત્યારે સુરતનાં લાફટર થેરાપિસ્ટ તરીકે ઓળખાતા કમલેશ મસાલાવાલાએ માત્ર સુરતીઓને જ નહીં પરંતુ કાશ્મીરનાં લોકોને પણ હસાવ્યા છે. પ્રવાસ માટે કાશ્મીર ગયેલા કમલેશભાઈએ તેમની થેરાપી કશ્મીરી લોકો સાથે પણ શેર કરી હતી. જેનાથી કાશ્મીરનાં લોકો એટલા બધા પ્રભાવિત થયા હતા કે, તેઓ લાફ્ટર થેરાપી લીધા બાદ રડ્યા પણ હતા અને તેમને ફરીથી કાશ્મીર જવાનું નિમંત્રણ પણ આપ્યું હતું.

Mann ki Baat / મિતાલી રાજને 10 હજાર રન પૂરા કરવા બદલ PM મોદીએ અભિનંદન પાઠવ્યા

કમલેશ મસાલાવાલાએ કહ્યું કે, સામાન્ય રીતે ત્યાંના લોકો આપણને કંઈક અલગ જ રીતે જોતા હોય છે. મેં એ અંતર દૂર કરવા માટે તેમને લાફ્ટર થેરાપી આપવાનું નક્કી કર્યું. જ્યારે મે થેરાપી શરૂ કરી ત્યારે તેમને અજુગતુ લાગ્યું પરંતુ ધીરે ધીરે તેઓ બધા તેમા જોડાતા ગયા. અંતે અમે બધા રડ્યા પણ હતા. જો કે તે લાગણીઓ જોડાવાથી આવેલા આંસુ હતા જે ખુશીનાં હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ