અગ્નિ પરીક્ષા/ સુરતની કશિશ કદમનું અનોખું ‘કદમ’

હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સુરતની દીકરી સામે પણ અગ્નિ પરીક્ષા આવી કે શું કરવું. કશિશ કદમને પિતાની અંતિમ વિધિ પતાવીને બોર્ડની પરીક્ષા આપવા…..

Gujarat
Beginners guide to 2024 03 16T121339.953 સુરતની કશિશ કદમનું અનોખું ‘કદમ’

Surat News: જીંદગીમાં એક સમય આવતો હોય છે જ્યારે માણસના જીવનમાં કપરી પરીક્ષાઓ આપવાની સાથે મહત્વની જવાબદારીઓ નિભાવવાની થતી હોય છે. આવી જ એક કહાની છે કશિશ કદમની.
માણસ ધરમસંકટ મૂકાતો હોય ત્યારે ખબર નથી પડતી કે શું કરવું. મુસીબતો હોવા થતાં કશિશ હાર માન્યા વિના પોતાની જવાબદારી પૂરી કરે છે.

હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સુરતની દીકરી સામે પણ અગ્નિ પરીક્ષા આવી કે શું કરવું. કશિશ કદમને પિતાની અંતિમ વિધિ પતાવીને બોર્ડની પરીક્ષા આપવા જવું પડ્યું હતું. તેને અશ્રુભીની આંખે આ દીકરીએ જીવનની પરીક્ષા આપીને પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરી હતી.

સુરતમાં આવેલા અડાજણની એલ.પી. સવાણીમાં અભ્યાસ કરતી કશિશ કદમ નામની છોકરી ધોરણ 10 માં અભ્યાસ કરે છે. તેનો ભાઈ આઈએન ટેકરાવાલા સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરે છે. ભાઈ-બહેનની એકસાથે બોર્ડની પરીક્ષા હતી અને આવા સમયે તેમના પિતા પ્રકાશભાઈ કદમનું એકાએક બુધવારે રાત્રે મોત નિપજ્યું હતું.

કશિશ કદમના પિતા પ્રકાશભાઈ કદમ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે પરિવાર આ ઘટનાથી હચમચી ગયું હતું. એક બાજુ બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી ભાઈ-બહેન પર આભ તૂટી પડ્યું હતું. સુરતના આ બંને ભાઈ-બહેનોએ અગ્નિ પરીક્ષા આપી હતી. પિતાના અવસાનની અંતિમ વિધિ પતાવી આપી શાળાએ બોર્ડની પરીક્ષા આપવા નીકળ્યા હતા. આવા સંજોગોમાં દીકરીએ પરીક્ષા આપી પરીક્ષાધર્મ નિભાવ્યો હતો.

સાથે બીજા દિવસે અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ દીકરી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી. આવી વિકટ પરિસ્થિતિમાં બોર્ડની પરીક્ષા આપવા પહોંચેલી દીકરીને જોઈ શાળા પરિવારની આંખોમાં પણ અશ્રુ આવી ગયા હતા. અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હિંમત આપી વિદ્યાર્થીનીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

દીકરી તેનાપિતાના અંતિમ શબ્દો ન ટાળી શકી. પિતાએ દીકરા અને દીકરીને સલાહ આપી હતી કે, ભણી ગણીને આગળ વધજો, સારી નોકરી કરજો. જે કંઈ પણ થાય, તમે પરીક્ષા છોડશો નહિ, ભણી ગણીને આગળ આવજો.




whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું

આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો

આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે