Not Set/ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવાશે : DGP આશિષ ભાટિયા 

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવાશે : DGP આશિષ ભાટિયા 

Gujarat Others
terrorist 2 કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બનાવાશે : DGP આશિષ ભાટિયા 

@કૌશિક છાયા, કચ્છ

ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ સરહદી ક્ચ્છ જિલ્લાની ત્રીદિવસીય મુલાકાત લીધા બાદ ભુજમાં પત્રકાર પરિષદને સંબોધી હતી,જેમાં કચ્છમાં ગુનાખોરી અટકાવવા તેમજ ઓઇલ ચોરી,ગુમ બાળકો ,બાયો ડીઝલ,નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગે માહિતી આપી હતી.

ગુજરાત પોલીસના મહાનિર્દેશક આશિષ ભાટિયા કચ્છની ત્રિદિવસીય મુલાકાતે આવ્યા હતા.જેમાં તેઓએ ક્ચ્છ રેંજના પૂર્વ ક્ચ્છ, પશ્ચિમ ક્ચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની સમીક્ષા કરી હતી. તેમજ સરહદી અને દરિયાઇ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિને અનુરૂપ પોલીસ અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.

આશિષ ભાટીયાએ જણાવ્યું કે, કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા આગામી દિવસોમાં પગલાં લેવાશે પૂર્વ કચ્છમાં થતી તેલચોરી અંગે કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. કંડલા સંકુલ આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં તેલચોરી થઈ રહી છે, ત્યારે તેલ માફિયાઓ પર રેન્જ અને એસપી કક્ષાએથી કડક કાર્યવાહી કરાય અને આરોપીઓને સજા થાય તે મુજબ પગલા લેવાની સુચના અપાઈ છે.

તેલચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ સઘન કાર્યવાહી કરે ઉપરાંત આઈઓસી સાથે સંકલન કરીને આ દુષણને કાયમ માટે ડામવામાં આવે તે મુજબની કાર્યવાહી પોલીસ દ્વારા કરાશે. બેઝઓઈલના ગેરકાયદેસર રીતે થતા વેપલા પર અંકુશ લાવી કડક કાર્યવાહી કરવી, પાસાના નવા કાયદા મુજબ પોલીસ આરોપીઓને નસીહત કરે અને ગુનાખોરીનો ગ્રાફ કેમ નીચો લાવી શકાય તે અંગે પણ તેમણે પોલીસને સુચનો કર્યા હતા.

મિસિંગ ચાઈલ્ડ અને લેન્ડ ગ્રેબીંગ સહિતના કેસોમાં લોકોને ન્યાય મળે અને આવી ફરિયાદોનો ત્વરીત ઉકેલ આવે.  તેમજ કચ્છમાં જે રીતે નાર્કોટીકસ ઝડપાય છે અથવા તો દરિયાઈ ક્રીક વિસ્તાર અને નિર્જન ટાપુઓ પરથી બિનવારસી રીતે ચરસ સહિતના પેકેટ અવારનવાર મળી આવે છે ત્યારે આ અંગે પણ સ્થાનિક પોલીસના અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હોવાનું જણાવ્યું હતું. આજે બેઠકમાં રેન્જ આઇ. જી.જે.આર. મોથલિયાં, એસ.પી.સોંરભસિંગ ઉપસ્થિત રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…