Not Set/ જાણો અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા વિશેની તૈયારીઓનો ખાસ અહેવાલ

અમદાવાદ. અમદાવાદમાં 14 તારીખે નિકળવા જઈ રહેલી ભગવાન જગન્નાથની 141 મી રથયાત્રાને લઈને અત્યારે તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. ત્યારે આ વર્ષે જગન્નાથજીની રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા,18 ભજન મંડળી, 3 બેંડબાજા 2500 જેટલા સાધુ સંતો જોડાશે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા પત્રકાર પરિસદનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Ahmedabad Top Stories Gujarat Trending
jagannath mandir trustee જાણો અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા વિશેની તૈયારીઓનો ખાસ અહેવાલ

અમદાવાદ.

અમદાવાદમાં 14 તારીખે નિકળવા જઈ રહેલી ભગવાન જગન્નાથની 141 મી રથયાત્રાને લઈને અત્યારે તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. ત્યારે આ વર્ષે જગન્નાથજીની રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા,18 ભજન મંડળી, 3 બેંડબાજા 2500 જેટલા સાધુ સંતો જોડાશે.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા પત્રકાર પરિસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે રથયાત્રામાં18 ગાજરાજ , 101 ટ્રક,30 અખાડા ,18 ભજન મંડળી, 3 બેંડબજા 2500 જેટલા સાધુ સંતો હાજર રહશે. સાથે જ રથયાત્રાના દિવસેની વાત કરીએ તો સવારે 4 કલાકે મંગળા આરતી થશે.

જણાવી દઈએ કે આ આરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે. ત્યારબાદની વિધિઓમાં 4.30 વાગ્યે ખીચડીનો પ્રસાદ ધરવામાં આવશે અને સવારે અને ૫ વાગ્યે ભગવાનને પાટા ખોલવામાં આવશે. 5.45 કલાકે ભગવાનને રથમાં બેસાડવામાં આવશે.

આ શુભ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિન્દ વિધિ કરવામાં આવશે અને 7 વાગે રથયાત્રાનો પ્રારંભ થશે.

જયારે વાત કરવામાં આવે તો રથયાત્રામાં 30000 કિલ્લો મગ, 500 કિલ્લો જાંબુ, 300 કિલો કેરી, 400 કીલો કાકડી દાડમ અને 2 લાખ ઉપરણાનો પ્રસાદ ધરવામાં આવશે.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝાએ જગન્નાથ યાત્રાની ગતિવિધિ વિશે સૌને માહિતી આપી માહિતગાર કર્યા હતા.

jagannath yatra pujari જાણો અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા વિશેની તૈયારીઓનો ખાસ અહેવાલ

તેમજ જેઠ માસની અમાસની વાત કરીએ તો ૧૨ તારીખે ગુરુવવારના રોજ સવારે ૮ વાગે ભગવાનનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવશે કરશે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને આંખે પાટો બંધાશે. ૯ વાગે ધ્વજા રોહણ કરવામાં આવશે અને ૯.૪૫ વાગે પૂજા આરતી કરાશે. જેમાં રાજ્યપાલ ઓ પી કોહલી પણ હાજર રહેશે. બાદમાં સાધુ સંતો માટેનો ભંડારો યોજાશે જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો આવશે ત્યારે શુક્રવારના રોજ ભક્તોને ભગવાનના સોના વેશના દર્શન થશે.

સાંજે ૩ વાગે મંદિર પ્રાંગણમાં ૩ રથની પૂજા વિધિ થશે. સાંજે ૪ વાગે શહેર શાંતિ સમિતિના સભયો મહારાજની મુલાકાત લેશે. સાંજે ૬ વાગે મંદિરમાં આરતી યોજાશે જેમાં CM વિજય રૂપાણી, નીતિન પટેલ હાજર રહેશે અને ૮ વાગે પૂજા સંધ્યા આરતીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા,આર સી ફળદુ કૌશિક પટેલ હાજર રહેશે.

જગતના નાથ જગન્નાથ જયારે નગર યાત્રાએ નીકળી રહયા છે ત્યારે ભક્તો પણ આ ઘડીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, ત્યારે શનિવારે જગન્નાથ નગરચર્યાએ નીકળશે અને ભક્તોને સદર્શન આપશે.