Not Set/ આરોગ્યની સંભાળ આ આદતોથી રાખી શકશો, જાણો તેના વિશે

આજનાં સમયમાં સ્વાસ્થ્યની ચિંતા કરવી ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવું કોને ન ગમે. સ્વસ્થ શરીર સ્વસ્થ મનની ભેટ આપે છે. એટલે જ કહેવાય છે હેલ્થ ઇઝ વેલ્થ અને પહેલું સુખ તે જાતે નર્યા. તો કેટલીક નાની નાની એવી આદતો છે જે અપનાવવાથી તમે સ્વસ્થ રહી શકો છો. તાજેતરના સંશોધનમાં સામે આવ્યુ છે કે લાંબા સમય […]

Health & Fitness
woman stretching carousel આરોગ્યની સંભાળ આ આદતોથી રાખી શકશો, જાણો તેના વિશે

આજનાં સમયમાં સ્વાસ્થ્યની ચિંતા કરવી ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવું કોને ન ગમે. સ્વસ્થ શરીર સ્વસ્થ મનની ભેટ આપે છે. એટલે જ કહેવાય છે હેલ્થ ઇઝ વેલ્થ અને પહેલું સુખ તે જાતે નર્યા. તો કેટલીક નાની નાની એવી આદતો છે જે અપનાવવાથી તમે સ્વસ્થ રહી શકો છો.

તાજેતરના સંશોધનમાં સામે આવ્યુ છે કે લાંબા સમય સુધી બેસી રહેવું આરોગ્ય માટે સારું નથી. એમેરિકાની ઇંડિયાના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલા એક મહત્ત્વના સંશોધનમાં સામે આવ્યુ છે કે લાંબા સમય સુધી બેસીને ઓફિસ વર્ક કરનાર લોકો જલ્દી મોતને ભેટે છે. તેનું નિદાન પણ જણાવ્યુ કે એક કલાક સતત બેઠા બાદ કમસે કમ પાંચ મિનિટ ફરવું કે ચાલવું જોઇએ. તેનાથી પગની ધમનીઓમાં ફ્લેક્સીબીલીટી જળવાયેલી રહેશે.

મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરેક વ્યક્તિએ રોજ કમ સે કમ અડધો કલાક કોઇ ઉપયોગીકે પ્રેરક પુસ્તકનું વાચન કરવું જોઇએ. આ દરમિયાન મોબાઇલ ફોન કોલ, વોટ્સએપ, ફેસબુક, ઇમેલ વગેરે પણ એટેન્ડ ન કરવા જોઇએ. રિડીંગ એકાગ્ર ચિત્તે કરવું જોઇએ.

જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ વ્યક્તિની ટીવી જોવાની આદત પણ વધે છે. એક સર્વે મુજબ 30થી 40 વર્ષના લોકો સરેરાશ પાંચ કલાક ટીવી જોવે છે. જ્યારે 50થી 60 વર્ષના લોકો છ કલાક ટીવી જોવે છે. 65 પ્લસ લોકો 6 કલાકથી વધુ પણ ટીવી જોવે છે. તે ડાયાબીટીસનું કારણ પણ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.