Cyclone Biparjoy/ હેમ રેડિયો કેવી રીતે સંકટ સમયની સાંકળ પુરવાર થાય છે, જાણો

હેમ રેડિયોએ એક અનોખી ટેકનોલોજી સંલગ્ન હોબી છે. જેના માટે સરકારના કેટલાક નિયમો છે. આ માટે સંચાર મંત્રાલય વાયરલેસ પ્લાનિંગ અને ર્કોડિનેશન વિંગ દ્વારા એક પરીક્ષા લેવાયા બાદ લાઇસન્સ આપવામાં આવે છે.

Gujarat Others
Untitled 63 1 હેમ રેડિયો કેવી રીતે સંકટ સમયની સાંકળ પુરવાર થાય છે, જાણો

હેમ રેડિયો ઓપરેટર પૂર, ચક્રવાત, તોફાન, ભૂકંપ અથવા અન્ય કોઈ આફત જેવી કુદરતી આફતોના સમયે ઈલેક્ટ્રોનિક્સ (આધારે શીખીને) તેમજ હવાની કટોકટીના સમયે વિવિધ સંચાર સાધનો અને સિસ્ટમો સાથે પ્રયોગો ચાલુ રાખી શકે છે. ઓપરેટિંગ એર મેડિકલ ટ્રાફિક વગેરે જેવા કોમ્યુનિકેશન નેટવર્ક્સ સેટ કરીને વિશ્વભરમાં લોકોની સેવા કરે છે. આવા સમયે છેલ્લી એક સદીથી એક શોખ રૂપે સચવાઈ રહેલો હેમ રેડિયો એટલે કે એમેચ્યોર રેડિયો જ માનવજીવન બચાવવા અને રાહત કામગીરી માટે સંકટ સમયની સાંકળ પુરવાર થયો છે. હવે તો હેમ રેડિયોના માધ્યમે ફક્ત વાતચીત જ નહીં ઇ-મેઇલ થઇ શકે છે તે પણ નેટની સુવિધા વગર.

હેમ રેડિયોને સાદી ભાષામાં સમજાવીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે, જેના દ્વારા વિશ્વના કોઇ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરી. એક દાયકા પહેલા જ્યારે ભયાનક સુનામી ત્રાટક્યું હતું ત્યારે સમગ્ર દેશની હેમ કોમ્યુનિટી ભારે મદદરૂપ બની હતી. ગુજરાતથી પણ એક ટીમ ગઇ હતી, ઉત્તરાખંડમાં જળપ્રલય આવ્યો ત્યારે પણ રાજકોટ ગુજરાતમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના ભાગરૂપે હેમ રેડિયો ઓપરેટરોની મદદ લેવાઇ હતી. આ હોબી કેટલીક હદે રોમાંચક પૂરવાર થઇ શકે તેનું આ ઉદાહરણ છે. ત્યારે તાઉ-તે વાવાઝોડામાં પણ હેમ રેડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હેમ રેડિયોએ એક અનોખી ટેકનોલોજી સંલગ્ન હોબી છે. જેના માટે સરકારના કેટલાક નિયમો છે. આ માટે સંચાર મંત્રાલય વાયરલેસ પ્લાનિંગ અને ર્કોડિનેશન વિંગ દ્વારા એક પરીક્ષા લેવાયા બાદ લાઇસન્સ આપવામાં આવે છે. રાજકોટમાં છેલ્લે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા 47 લોકોને તાલીમ આપવામાં આવી હતી અને જે પૈકીના 42 લોકોએ આ પરીક્ષા પાસ કરી હતી.

રાજકોટ હેમ રેડિયોના મહામંત્રી રમેશભાઈ જાટીયાએ કહ્યું કે ભૂતકાળમાં નિલોફર, વાયુ, તૌકતે જેવા અનેક વાવાઝોડા આવેલા. જેમા અમારા હેમ રેડિયો દ્વારા પૂરતી સેવા આપવામાં આવી હતી.ગુજરાત સરકારને જ્યારે જ્યારે જરૂર પડી છે.ત્યારે તેને મદદ કરી છે.સાયક્લોન દરમિયાન જ્યારે જ્યારે કોમ્યુનિકેશન ઠપ્પ થઈ જાય છે.ત્યારે આ હેમ રેડિયોની મદદ લેવામાં આવે છે.

સાયકલોન આવે ત્યારે ગવર્મેન્ટ તરફથી સૂચના મળે એટલે કલેક્ટરની સૂચના મુજબ જે તે જિલ્લામાં સ્ટેશનો લગાવવાના હોય તે વિસ્તારમાં અમારી ટીમ સંપૂર્ણ તૈયારી સાથે કામ કરે છે.પોતાના જ હેમ રેડિયોના સાધનો હોય છે. તે સાધનો લઈ જઈને ત્યાં ઈન્સ્ટોલેશન કરીને જિલ્લા મથક, રાજ્યના કેપિટલ અને નેશનલ કેપિટલ સુધી કોમ્યુનિકેશન કરી શકે તેટલા સક્ષમ હોય છે. હેમ રેડિયોનો મુખ્ય હેતુ એક બીજા સાથે કોમ્યુનિકેશન કરવાનું હોય છે.

આ પણ વાંચો:પોરબંદરમાં વિનાશની શરૂઆત, ભાટિયા બજારમાં જર્જરિત મકાન ધરાશાયી: યુવકનું મોત

આ પણ વાંચો:PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત, તમામ પ્રકારની મદદ આપવાની આપી ખાતરી

આ પણ વાંચો:બીજું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે, તેની અસર જાણીને અન્ય રાજ્યોના લોકો પણ પરેશાન!

આ પણ વાંચો:માઢવાડ ગામે 6 મકાન ધરાશાયી, ગામના160 લોકોનું કરાયું સ્થળાંતર

આ પણ વાંચો:વાસણાની ટાંકી અંગે મ્યુનિ. કડકમાં કડક પગલાં લે