Not Set/ જાણો કેમ અઠવાડિયા માટે જુનિયર ટ્રમ્પ આવ્યા ભારત !

  નવી દિલ્હી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જ્હોન ટ્રમ્પએ ભારતમાં પોતાના વેપારને આગળ વધારવાનું કામ શરુ કરી દીધું છે.હાલ ગુરુગ્રામ, મુંબઈ ,કોલકત્તા અને પુનામાં રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે જેના કારણે  ટ્રમ્પના પરિવારનું ભારત આવા જવાનું ચાલુ છે. મહત્વનું છે કે હાલ ટ્રમ્પના પુત્ર એક અઠવાડિયા માટે ભારત આવ્યા છે કે […]

India
oooo 1 જાણો કેમ અઠવાડિયા માટે જુનિયર ટ્રમ્પ આવ્યા ભારત !

 

નવી દિલ્હી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જ્હોન ટ્રમ્પએ ભારતમાં પોતાના વેપારને આગળ વધારવાનું કામ શરુ કરી દીધું છે.હાલ ગુરુગ્રામ, મુંબઈ ,કોલકત્તા અને પુનામાં રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે જેના કારણે  ટ્રમ્પના પરિવારનું ભારત આવા જવાનું ચાલુ છે.

મહત્વનું છે કે હાલ ટ્રમ્પના પુત્ર એક અઠવાડિયા માટે ભારત આવ્યા છે કે જેઓ ‘ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન ‘ ના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર છે. ગુરુગ્રામમાં તેઓ ટ્રમ્પ ટાવરને લોન્ચ કરવાના છે. જુનિયર ટ્રમ્પએ કહ્યું હતું કે ભારતમાં બીઝનેસ કરવો એ મારા માટે ઘણું સરળ છે. કુલ મળીને ૯૬૦૦ કરોડના ખર્ચે ચાર શહેરમાં ટ્રમ્પ ટાવર બની રહ્યા છે.અને પાંચમું ટાવર પણ ટૂંક સમયમાં લોન્ચ થવાનું છે.

ગુરુગ્રામમાં ટ્રમ્પ ટાવર 

trump tower gurugram afp

ટ્રમ્પ ટાવરએ ૪૭ માળની ઈમારત છે જેમાં ૨૫૦ ફ્લેટ છે.જુનિયર ટ્રમ્પના આ ટ્રમ્પ ટાવરમાં સાડા પાચ કરોડ થી ૧૧ કરોડ સુધીની કિંમતના ફ્લેટ છે.જેમાં સૌથી ઓછી કિંમત ના ફ્લેટની કિંમત ૨૫ લાખ રૂપિયા રાખી છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ૭૫ ફ્લેટનું બુકિંગ થઇ ગયું છે.

ગયા વર્ષે ટ્રમ્પની દીકરી પણ આવી હતી ભારત

મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહકાર અને તેમની દીકરી ઇવાન્કા ટ્રમ્પ ગયા વર્ષે ‘ ભારત-અમેરિકા વૈશ્વિક ઉદ્માયી શિખર સંમેલન-૨૦૧૭ ‘ માં ભાગ લેવા માટે ભારત આવી હતી. આ સંમેલનનું ઉદ્ઘાટન વડપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે આ સંમેલનમાં ૧૭૦ દેશના ૧૫૦૦ ઉદ્યોગપતિએ ભાગ લીધો હતો જેમાંથી ૩૫૦ ઉદ્યોગપતિ અમેરિકાના હતા.