Atik Ahmad/ કાર્યક્રમ અધુરો છોડીને ગૃહરાજ્ય મંત્રી સાબરમતી સેન્ટ્રલ જેલ પહોચ્યા, અનેક તર્ક વિતર્ક

ગુજરાતમાં UPનો કુખ્યાત અપરાધી અતિક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. અતિક અહેમદ હાલમાં જ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઉમેશ પાલની હત્યા કરી નાખી અને તેમાં…

Top Stories Ahmedabad Gujarat
Harsh Sanghvi at Central Jail

Harsh Sanghvi at Central Jail: ગુજરાતમાં UPનો કુખ્યાત અપરાધી અતિક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. અતિક અહેમદ હાલમાં જ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઉમેશ પાલની હત્યા કરી નાખી અને તેમાં અતિક અહેમદ ગેંગનું નામ આવ્યું હતું. જેમાં તપાસ કરતા અતિક અહેમદ દ્વારા કેટલાક નિર્દેશો અપાયા હોવાનું પણ સામે આવ્યું હતું. બીજી તરફ અતિક અહેમદના પરિવાર પર સકંજો કસવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલમાં તેની સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી હતી.

જણાવી દઈએ કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો શાહીબાગ ખાતે એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે અચાનક છોડીને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી ગયા હતા. સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે તેઓ અચાનક પહોંચી જતા હડકંપ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, તેઓ કાર્યક્રમ અધુરો છોડીને શા માટે સેન્ટ્રલ જેલ પહોંચ્યા તે મુદ્દે અનેક તર્ક વિતર્કો શરૂ થઇ ગયા હતા. પરંતુ અતિક અહેમદ અંગેનો કોઇ મામલો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સુત્રો અનુસાર અતિક અહેમદની તબિયત છેલ્લા ત્રણ દિવસથી ખરાબ હતી. તેનું સ્વાસ્થય સતત કથળી રહ્યું હોવાના કારણે તેની જેલમાં જ સારવાર ચાલી રહી હતી. જો કે હવે આઝે અચાનક હર્ષ સંઘવી કાર્યક્રમ અધુરો છોડીને જેલમાં પહોંચી જતા અનેક તર્ક વિતર્કો શરૂ થઇ ગયા છે. હાલ તો સમગ્ર મામલે અધિકારીક નિવેદનની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Usury Terror/ વ્યાજખોરોનો આતંક જારીઃ વડોદરામાં બિલ્ડરનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચોઃ JB Solanki/ પંચમહાલમાં પ્રજાનો અવાજ નીંભર તંત્રના કાને ન પડતા વિપક્ષના નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ

આ પણ વાંચોઃ Nitin Gadkari Threat/ નીતિન ગડકરીને ફરી મળી ધમકી, જાણો કોણે આપી ફોન કરી ધમકી