દીપડાનો હુમલો/ ગીરગઢડાના રસુલપરા ગામમાં દીપડાએ હુમલો કર્યો, લોકોને સતર્ક રહેવા અપાઈ સૂચના

થોડા દિવસ આગાઉ જ દીપડાના હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં એક ૮૦ વર્ષીય વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો હતો. આજે ફરી એકવાર ગીરગઢડાના બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો છે.  

Others
દીપડાનો હુમલો

અવારનવાર દીપડાના હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, Panther attack એવામાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે દીપડાના હુમલાની ઘટનાઓ બનતી રહે છે. ખાસ કરીને ગીર સોમનાથ વિસ્તારમાં આ દીપડાના આતંકની ઘટના છેલ્લા કેટલાક સમયથી વધી ગયી છે.

હજુ બે દિવસ પહેલા જ 80 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો Panther attack કર્યો હતો,  ત્યારે આજે ફરી ગીરગઢડાના રસુલપરા ગામમાં દીપડાએ અચાનક જ બે વ્યક્તિ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અને હવે તો લોકો પણ વારંવાર થતા આ દીપડાના હુમલાથી ત્રસ્ત થઇ ગયા છે.

આ બે વ્યક્તિ ગીર સોમનાથમાં ગીરગઢડાના રસુલપરા ગામમાં Panther attack રહે છે જ્યાં દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જયારે તેઓ બંને ખેતરમાં વડલા નીચે સુતા હતા એ દરમ્યાન અચાનક જ દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓને ગંભીર રીતે ઇજા પહોચી છે. અને ત્યારબાદ આ બે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વન વિભાગને આની જાણ થતા તે સત્વારે ત્યાં પહોચી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ તેમને દીપડાને પાંજરામાં પૂરી દીધો હતો. દીપડો પાંજરામાં પુરતા ગામના લોકોને હાશકારો થયો હતો.

બે દિવસ પહેલા 80 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. Panther attack દીપડાના હુમલાથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઇ છે . આ ઘટના કોડીનારના વલાદર ગામમાં બની હતી. જે પછી ગ્રામજનોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ભાવનગર/ગારિયાધારની સીમમાં દીપડાએ બે ખેતમજૂરો પર કર્યો હુમલો, ખેડૂતોમાં ખેતરે જવા ભય

આ પણ વાંચો :attacked/જૂનાગઢના વિસાવદરમાં દીપડાએ હુમલો કરતા એક વ્યક્તિનું મોત,બીજાની હાલત ગંભીર