Gujarat/ ઊનાનાં વાડી વિસ્તારમાં ધોળા દિવસે ખેડૂત પર દીપડાનો હુમલો

ઊના ગીરગઢડા નજીક ગીર જંગલનાં વન્યપ્રાણીઓ ગ્રામ્ય વાડી વિસ્તાર સુધી પહોચી પશુઓ પર તેમજ માનવ જીંદગી પર હુમલાઓ કરી ગંભીર ઇજા પહોચાડે છે….

Gujarat Others
sssss 97 ઊનાનાં વાડી વિસ્તારમાં ધોળા દિવસે ખેડૂત પર દીપડાનો હુમલો

@કાતિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના

ઊના ગીરગઢડા નજીક ગીર જંગલનાં વન્યપ્રાણીઓ ગ્રામ્ય વાડી વિસ્તાર સુધી પહોચી પશુઓ પર તેમજ માનવ જીંદગી પર હુમલાઓ કરી ગંભીર ઇજા પહોચાડે છે. થોડા દિવસ પહેલા ઉગલા ગામે ચાર વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા મોત નિપજેલ હતું. ત્યાં આજે ઉના વાડી વિસ્તારમાં ખેતીમાં પાકને પાણી વાળતા ખેડૂત પર અચાનક દીપડાએ હુમલો કરી મોઢાના ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયેલ છે.

સંજવાપુર ગામે રહેતા અરજણભાઇ છનુભાઇ ભાલીયા ઉ.વ.29 તેવો ઊના ભાવનગર રોડ પર આવેલ હરભોલે હોટલ પાછળના ભાગે વાડી ધરાવતા આલમભાઇ મમદભાઇ કુરેશી સાથે ભાગીયુ રાખી ખેતીમાં પાકનું વાવેતર કરેલ હોય જે પાકમાં અરજણભાઇ સવારે સાડા અગીયાર વાગ્યાની આસપાસ ખેતી પાકમાં પાણી વાળવા હતા. આ વખતે અચાનક દીપડો આવી ચડતા અરજણભાઇ પર હુમલો કરી દીધેલ હતો. અને રાડારાડ કરવા લાગતા દીપડો હુમલો કરી નાશી છુટ્યો હતો. જોકે આજુબાજુના લોકોને જાણ થતા તાત્કાલીક દોડી ગયેલા હતા. દીપડાએ હુમલો કરી જમણા ગાલે, ખંભા તેમજ કોણીના ભાગે નોર દ્વારા ગંભીર ઇજા પહોચતા લોહીલોહાણ હાલતમાં તાત્કાલીક ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા.

આ અંગેની વનવિભાગને જાણ કરાતા હોસ્પિટલે દોડી ગયેલ અને ઇજાગ્રસ્ત પાસેથી તમામ વિગત મેળવી હતી. આમ ધોળા દિવસે ખૂંખાર દીપડાના હુમલાથી ખેડૂતોમાં ભયનુ વાતાવરણ ફેલાયેલ છે. જશાધાર રેન્જના આર આફ ઓ જે જી પંડ્યાની સુચના મુજબ ભાવિનસિંહ સોલંકી, દિલીપભાઇ સરવૈયા, પરબતભાઇ દમણીયા, જીતુભાઇ તેમજ વલ્લકુભાઇ સહીત વનવિભાગની ટીમ દ્વારા ધટના સ્થળે બે પાંજરા મુકી ખૂંખાર દીપડાને પાંજરે પુરવા કાર્યવાહી હાથ ધરેલ છે.

Vaccination: ડીસામાં 60 તબીબોએ કોરોના વિરોધી રસી લીધી, જાણો ડોક્ટરે શું ક…

Ahmedabad: અમદાવાદમાં કબીર સિંઘ મુવીના દ્રશ્યો સર્જાયા, પ્રેમિકાના ઘરે …

ભાવ વધારો: સામાન્ય માણસ પર મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધુ એ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો