Administrators/ રાજ્યની કઈ કઈ નગરપાલિકામાં નીમાશે વહીવટદાર આવો જાણીએ….

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યની જે નગર પાલિકાઓ ની મુદત પૂર્ણ થાય છે તેવી ૫૧ જેટલી નગર પાલિકાઓની આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી જે તે નગર પાલિકાઓના વહીવટી વડા તરીકે ફરજ બજાવતા ચીફ ઓફિસરને તેમની નગરપાલિકાઓની રોજબરોજની કામગીરી વહન કરવા માટેના આદેશો કર્યા છે

Top Stories Gujarat Others
godhara 12 રાજ્યની કઈ કઈ નગરપાલિકામાં નીમાશે વહીવટદાર આવો જાણીએ....

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યની જે નગર પાલિકાઓ ની મુદત પૂર્ણ થાય છે તેવી ૫૧ જેટલી નગર પાલિકાઓની આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી જે તે નગર પાલિકાઓના વહીવટી વડા તરીકે ફરજ બજાવતા ચીફ ઓફિસરને તેમની નગરપાલિકાઓની રોજબરોજની કામગીરી વહન કરવા માટેના આદેશો કર્યા છે. આ સમય દરમ્યાન તેઓ કોઈ નીતિવિષયક નિર્ણયો લઈ શકશે નહિ.

નગરોમાં રોજબરોજના નાગરિક સુખાકારી કામો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકોને દુવિધા ન પડે તેવા હેતુસર મુખ્યમંત્રી  વિજય ભાઈ રૂપાણી એ આ નિર્ણય કર્યો છે. રાજ્યની જે ૫૧ નગરપાલિકામાં ચીફ ઓફિસરને આવી જવાબદારી સોંપવામાં આવી છે તેમાં ‘અ’ વર્ગની ૧૬, ‘બ’ વર્ગની ૨૩ અને ‘ક’ વર્ગની ૧૨ એક કુલ ૫૧ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

જેમાં અમદાવાદ જિલ્લાની ધોળકા અને વિરમગામ નગરપાલિકા, ખેડા જિલ્લાની નડિયાદ અને કપડવંજ નગરપાલિકા, સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા અને લીંબડી નગરપાલિકા, બોટાદ જિલ્લાની બોટાદ નગરપાલિકા, પાટણ જિલ્લાની પાટણ અને સિદ્ધપુર નગરપાલિકા, બનાસકાંઠા જિલ્લાની પાલનપુર અને ડીસા નગરપાલિકા, મહેસાણા જિલ્લાની મહેસાણા, કડી, ઊંઝા અને વિસનગર નગરપાલિકા, સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા, અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકા,ગાંધીનગર જિલ્લાની કલોલ અને દહેગામ નગરપાલિકા, પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા, દાહોદ જિલ્લાની દાહોદ નગરપાલિકા, વડોદરા જિલ્લાની ડભોઇ અને પાદરા નગરપાલિકા, આણંદ જિલ્લાની આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ અને ઉમરેઠ નગરપાલિકા, તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા, નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકા, ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર નગરપાલિકા, સુરત જિલ્લાની બારડોલી અને કડોદરા નગરપાલિકા, કચ્છ જિલ્લાની ગાંધીધામ, ભૂજ, અંજાર અને માંડવી (ક) નગરપાલિકા, દેવભૂમિદ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકા, મોરબી જિલ્લાની મોરબી અને વાંકાનેર નગરપાલિકા, રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકા, અમરેલી જિલ્લાની અમરેલી, સાવરકુંડલા અને બગસરા નગરપાલિકા, ગીરસોમનાથ જિલ્લાની વેરાવળ-પાટણ, ઉના નગરપાલિકા, જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકા તથા ભાવનગર જિલ્લાની મહુવા અને પાલિતાણા નગરપાલિકાનો સમાવેશ થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…