હેલ્થ અપડેટ/ ‘માતા કે બાળકને બચાવીએ…’, ડિલિવરી પહેલા નેહા મર્દાની હાલત હતી ગંભીર

નેહા મર્દા જે બાલિકા વધુમાં ગેહના બિંદડી તરીકે દરેકના ઘર-ઘરમાં જાણીતી બની હતી, તેણે 7મી એપ્રિલે તેની પુત્રીને જન્મ આપ્યો હતો, હવે તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાની ડિલિવરી અંગે ચોંકાવનારી વાતનો ખુલાસો કર્યો છે.

Entertainment
નેહા મર્દા

ટીવી શો ‘બાલિકા વધૂ’માં ગેહનાના પાત્રથી દર્શકોમાં એક ખાસ સ્થાન બનાવનાર અભિનેત્રી નેહા મર્દા આ દિવસોમાં તેની ડિલિવરીમાં પડેલી મુશ્કેલીઓને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ નેહાએ પોતાની ડિલિવરી વિશે ખુલીને વાત કરી છે. ડિલિવરી વિશે એક ચોંકાવનારી વાત શેર કરતાં નેહાએ કહ્યું કે એક સમય એવો આવ્યો હતો જ્યારે ડોક્ટરો એ કહ્યું કે માતા અને બાળક બંનેમાંથી કોઈ એક ને જ બચાવી શકાશે.

ચાહકો માટે વીડિયો શેર કર્યો

નેહા મર્દાએ તેની યુટ્યુબ ચેનલ પર વીડિયો શેર કરીને ડિલિવરી સંબંધિત ઘણી બાબતો શેર કરી છે. લગ્નના લગભગ 10 વર્ષ બાદ નેહાએ દીકરીને જન્મ આપ્યો છે. નેહાએ કહ્યું કે તેને વારંવાર પૂછવામાં આવે છે કે તેણે સી-સેક્શન ડિલિવરી પસંદ કરી છે કે નોર્મલ. આ અંગે નેહાએ ફેન્સ માટે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે ફેન્સ દ્વારા પૂછવામાં આવેલા ઘણા સવાલોના જવાબ આપવાની સાથે સાથે તેની ડિલિવરીમાં થતી મુશ્કેલીઓ વિશે પણ જણાવ્યું છે.

બીપીના કારણે ડિલિવરીમાં કોમ્પ્લીકેશન આવી ગયું

નેહા મર્દાએ વીડિયોમાં કહ્યું, “એપ્રિલ 2023માં ડિલિવરી પહેલા મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યાર બાદ મને જલ્દીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે સમયે મારા બીપીમાં અચાનક વધઘટ થઈ રહી હતી. પહેલા તો અમે સામાન્ય ડિલિવરીનો વિકલ્પ પસંદ કર્યો હતો. પરંતુ, મારા બીપીને કારણે, અમારે પછીથી સી-સેક્શન ડિલિવરી પસંદ કરવી પડી હતી.”

“માતા કે બાળક…”

નેહાએ આ જ વીડિયોમાં આગળ કહ્યું, ” ડિલિવરીના સમયે બીપીની સમસ્યાને કારણે ડોક્ટરો ખૂબ જ પરેશાન હતા. આવી સ્થિતિમાં, ડોક્ટરોએ મારા પરિવાર સાથે બેસી મારી કોમ્પ્લીકેશન વિશે મીટીંગ કરી હતી. તેઓએ મારા પરિવારને પૂછ્યું હતું કે ‘ માતાને બચાવીએ કે બાળકને? મારા પરિવાર માટે આ પ્રશ્નનો જવાબ આપવો ખૂબ જ મુશ્કેલ હતો.”

નેહાએ વધુમાં કહ્યું કે, લોકો ઘણી વાર ટોણા મારતા હોય છે કે તેમને સામાન્યને બદલે સી-સેક્શન પસંદ કર્યું છે જેથી તેઓ આરામદાયક રહે, પરંતુ એવું નથી, હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બાળક ગમે તે હોય, તે સ્વસ્થ હોવું જરૂરી છે.

આ પણ વાંચોઃ ધોની-આઇપીએલ-નિવૃત્તિ/ શરીર સાથ આપે તો આગામી સીઝન ક્રિકેટ ચાહકોને ભેટ આપવા માટે રમવાની ઇચ્છાઃ ધોની

આ પણ વાંચોઃ પંડ્યા-ધોની/ “જો મારે હારવું પડ્યું હોત તો…”: IPL ફાઇનલ હાર બાદ હાર્દિક પંડ્યાની એમએસ ધોનીને ભવ્ય શ્રદ્ધાંજલિ

આ પણ વાંચોઃ ગમખ્વાર અકસ્માત/ બોટાદ-ધંધુકા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના સ્થળે જ મોત