Not Set/ દિવ્યા ભારતીના પિતાનું નિધન, છેલ્લી ઘડી સુધી તેમની સાથે રહ્યા સાજિદ નડિયાદવાલા

દિવ્યા ભારતીના પિતાનું અવસાન થયું ત્યારે સાજિદ નડિયાદવાલા તેની બાજુમાં હતા. આ સાથે બીજા દિવસે અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી હતી.

Trending Entertainment
દિવ્યા ભારતીના પિતાનું નિધન

બોલિવૂડની દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીને આજે પણ લોકો યાદ કરે છે. દિવ્યા ભારતીનું વર્ષ 1993માં એક દુઃખદ અકસ્માતમાં અવસાન થયું હતું. દિવ્યા ભારતીએ પ્રખ્યાત ફિલ્મ સર્જક સાજિદ નડિયાદવાલા સાથે ગુપ્ત લગ્ન કર્યા હતા. દિવ્યા ભલે આ દુનિયામાં ન રહી હોય પરંતુ તેનો પતિ સાજિદ નડિયાદવાલા હંમેશા દિવ્યાના માતા-પિતાની ખૂબ નજીક રહ્યો છે. દિવ્યા ભારતીના પિતાનું નિધન થયું છે.  ઓમ પ્રકાશ ભારતીનું 30 ઓક્ટોબરે અવસાન થયું હતું, સાજિદ નડિયાદવાલાએ પણ તેમની અંતિમ વિદાયમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો :RRR નો પહેલો વીડિયો આવ્યો સામે, આલિયા ભટ્ટ અને અજય દેવનગનું તેલુગુ મૂવીમાં ડેબ્યૂ

એક મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે દિવ્યા ભારતીના પિતાનું અવસાન થયું ત્યારે સાજિદ નડિયાદવાલા તેની બાજુમાં હતા. આ સાથે બીજા દિવસે અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી હતી. સાજિદ નડિયાદવાલા દિવ્યાના પિતા ઓમ પ્રકાશ ભારતીને પોતાના પિતા માનતા હતા. રિપોર્ટ્સ અનુસાર, સાજિદ નડિયાદવાલા દિવ્યાના માતા-પિતાને મમ્મી-પપ્પા કહીને બોલાવતા હતા.

આપને જણાવી દઈએ કે દિવ્યા ભારતીએ 10 મે, 1992ના રોજ માત્ર 18 વર્ષની ઉંમરમાં સાજિદ નડિયાદવાલા સાથે મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દિવ્યાએ પોતાનું નામ બદલીને સના નડિયાદવાલા રાખ્યું હતું. દિવ્યાએ વર્ષ 1992માં સની દેઓલ સાથેની ફિલ્મ ‘વિશ્વાતમા’થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 1993માં દિવ્યા ભારતીના મૃત્યુ બાદ તેની ઘણી ફિલ્મો રીલિઝ થઈ હતી.

આ પણ વાંચો :ગૌરીના કારણે કટાર લઈને પત્રકારના ઘરે પહોંચ્યા હતો શાહરુખ ખાન, પગ પર કર્યો હતો વાર

દિવ્યા ભારતીને આ દુનિયાને અલવિદા કર્યાને 28 વર્ષ થઈ ગયા છે. દિવ્યાનું જીવન ખૂબ જ ટૂંકું હતું, પરંતુ તેના મૃત્યુનું રહસ્ય હજુ પણ લોકો માટે એક રહસ્ય જ છે. દિવ્યા ભારતીએ 16 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને 19 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું. આ ત્રણ વર્ષમાં દિવ્યાએ ઇન્ડસ્ટ્રીમાં એ નામ કમાવ્યું, જે બનાવવા માટે કલાકારોને દસ વર્ષ લાગે છે.

સાજિદ નડિયાદવાલા સાથે દિવ્યા ભારતીની પહેલી મુલાકાત ફિલ્મ ‘શોલા ઔર શબનમ’ના સેટ પર થઈ હતી. બંનેએ 1992માં લગ્ન કર્યા હતા. તે સમયે દિવ્યાની ઉંમર માત્ર 18 વર્ષની હતી અને તે તેની કારકિર્દીની ટોચ પર હતી. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દિવ્યા ભારતીએ સાજિદ સાથેના લગ્નનું રહસ્ય તેના પિતા ઓમ પ્રકાશ ભારતીથી ઘણા મહિનાઓ સુધી છુપાવીને રાખ્યું હતું. બોલિવૂડ હંગામાને આપેલા એક જૂના ઈન્ટરવ્યુમાં દિવ્યાની માતા મીતાએ જણાવ્યું હતું કે કેવી રીતે તેના પતિ અને દિવ્યાના પિતા ઓમ પ્રકાશને સાજિદ સાથે પુત્રીના લગ્નની ખબર પડી.

દિવ્યા ભારતીના નિધન પછી સાજિદ નડિયાદવાલાએ બીજા લગ્ન કર્યા હતા. રિપોર્ટ અનુસાર, દિવ્યાના પિતાના અવસાન પછી તેમની માતાનું ધ્યાન પણ સાજિદ જ રાખશે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી દિવ્યા ભારતીનું નિધન આજે પણ એક રહસ્ય છે. તેમણે માત્ર 16 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવાની શરુઆત કરી હતી. થોડા જ સમયમાં તેમણે ઘણી લોકપ્રિયતા મેળવી લીધી હતી.

આ પણ વાંચો :ત્રણ દિવસ બાદ રજનીકાંતને હોસ્પિટલમાંથી અપાઈ રજા, જાણો હવે કેવી છે તબિયત

આ પણ વાંચો :અનુષ્કાએ દીકરી સાથે હેલોવીન પાર્ટી સેલિબ્રેટ કરી,જોઇલો તસ્વીરો…

આ પણ વાંચો :આર્યન ખાન ઘરે પહોંચતા જ ગૌરી અને શાહરૂખને ગળે વળગી રડ્યો, જાણો પછી શું થયું…