Not Set/ લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાણે હશે નવા ભારતીય આર્મી ચીફ

લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાણે હવે પછીના ભારતીય આર્મી ચીફ બનશે. આપને જણાવી દઇએ કે નજીકનાં સમયમાં જ ભારતીય આર્મી ચીફ બિપીન રાવત નિવૃત થઇ રહ્યા છે, ત્યારે લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાણે, જનરલ બિપીન રાવતની જગ્યા લેશે. સપ્ટેમ્બરમાં જ તેમણે આર્મી સ્ટાફના વાઇસ ચીફનો હવાલો સંભાળી લીધો હતો. ઓપરેશન અને કમાન્ડનો લાંબો અનુભવ ધરાવતા લેફ્ટનન્ટ […]

Top Stories India
army chief લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાણે હશે નવા ભારતીય આર્મી ચીફ

લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાણે હવે પછીના ભારતીય આર્મી ચીફ બનશે. આપને જણાવી દઇએ કે નજીકનાં સમયમાં જ ભારતીય આર્મી ચીફ બિપીન રાવત નિવૃત થઇ રહ્યા છે, ત્યારે લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાણે, જનરલ બિપીન રાવતની જગ્યા લેશે. સપ્ટેમ્બરમાં જ તેમણે આર્મી સ્ટાફના વાઇસ ચીફનો હવાલો સંભાળી લીધો હતો. ઓપરેશન અને કમાન્ડનો લાંબો અનુભવ ધરાવતા લેફ્ટનન્ટ જનરલ નરવાને વર્તમાન આર્મી ચીફ જનરલ બિપિન રાવત પછી વરિષ્ઠતમ અધિકારીઓમાંના એક છે.

લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાણે, પીવીએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમ અને વર્તમાન એડીસી તેમજ ભારતીય સેનાના 40 માં વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ છે. લેફ્ટનન્ટ જનરલ દેવરાજ અંબુની નિવૃત્તિ બાદ 1 સપ્ટેમ્બર 2019 ના રોજ તેમણે પદ સંભાળ્યું હતું. લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાણે પોતાનું શિક્ષણ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીમાંથી લીધું છે. તેઓ  શીખ લાઇટ ઇન્ફન્ટ્રીમાંથી જૂન 1980માં ભારતીય સેનામાં પ્રવેશ્યા હતા.

વર્તમાન આર્મી ચીફ જનરલ બિપિન રાવતનો કાર્યકાળ 31 ડિસેમ્બરના રોજ સમાપ્ત થાય છે. આ રીતે, નવા વર્ષ નિમિત્તે, ભારતીય સેનાને નવા વડા મળશે. સપ્ટેમ્બર 2018 માં લેફ્ટનન્ટ જનરલ મુકુંદ નરવાને ઓપરેશનના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ પૂર્વીય કમાન્ડની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી, તેઓ આગામી આર્મી ચીફની રેસમાં માનવામાં આવ્યાં હતાં.

હવે જનરલ બિપિન રાવત બની શકે છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

આર્મી સ્ટાફના ચીફ જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર, 2019 ના રોજ નિવૃત્તિ પછી ચીફ ઓફ ડિફેન્સ બનવાની પણ અટકળો ચાલી રહી છે. મહત્ત્વની વાત એ છે કે સરકાર ત્રણેય સેવાઓની એકીકૃત કમાન્ડ તરીકે સંરક્ષણ સ્ટાફના ચીફની નિમણૂક પર વિચાર કરી રહી છે. આ ફોર સ્ટાર પોઝિશનવાળી પોસ્ટની જાહેરાત આગામી કેટલાક દિવસોમાં થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.