Not Set/ આગામી વર્ષોમાં ભારતીય બાળકોનું જીવન વધુ મુશ્કેલ બનશે.. જાણો કેમ…

યુનિસેફે જોખમનું જે રેન્કિંગ  આપ્યુ છે તે અનુસાર,  પાકિસ્તાન 14 મા, બાંગ્લાદેશ 15 મા, અફઘાનિસ્તાન 25 મા અને ભારત 26 મા ક્રમે છે

Top Stories
uni આગામી વર્ષોમાં ભારતીય બાળકોનું જીવન વધુ મુશ્કેલ બનશે.. જાણો કેમ...

ભારત ચાર દક્ષિણ એશિયાઈ દેશોમાં છે જ્યાં પર્યાવરણીય પરિવર્તનથી બાળકો પર નકારાત્મક અસર થવાની સંભાવના છે. આ અસર તેમના આરોગ્ય, શિક્ષણ અને સલામતી સાથે જોડાયેલી રહેશે. સંયુક્ત રાષ્ટ્ર હેઠળ બાળકોના આરોગ્ય, શિક્ષણ અને બાળ અધિકારો પર કામ કરતી સંસ્થા યુનિસેફના તાજેતરના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે.

બાળકના જીવન પર પૂર, ભૂકંપ, પ્રદૂષિત હવાની અસરનું મૂલ્યાંકન

આ અહેવાલમાં, સમુદ્રી તોફાન, પૂર, ભૂકંપ, પ્રદૂષિત હવા અને તાપમાનમાં વધારો બાળકના જીવન પર અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. દક્ષિણ એશિયાના ચાર દેશો – ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પર આબોહવા પરિવર્તનની મોટી અસર થવાની ધારણા છે. આ દેશોમાં બાળકોને વધારે જોખમમાં હોવાનું કહેવામાં આવ્સૂયુ છે.

બાળ જોખમ રેન્કિંગમાં ભારત 26 મા ક્રમે છે

યુનિસેફે જોખમનું જે રેન્કિંગ  આપ્યુ છે તે અનુસાર,  પાકિસ્તાન 14 મા, બાંગ્લાદેશ 15 મા, અફઘાનિસ્તાન 25 મા અને ભારત 26 મા ક્રમે છે. આ અહેવાલમાં, 1 થી 33 સુધીના દેશોને ખૂબ જ ઉચ્ચ વર્ગના જોખમ મૂકવામાં આવ્યા છે. આ 33 દેશોમાં આશરે એક અબજ બાળકો રહે છે.  બાળકોની સૌથી વધુ સંખ્યા આ ચાર દક્ષિણ એશિયાઈ દેશોમાં રહે છે.

60 કરોડ ભારતીયો માટે પાણીની તીવ્ર અછત રહેશે

એક અંદાજ મુજબ 600 મિલિયનથી વધુ ભારતીયોને આગામી દાયકાઓમાં પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડશે. દરમિયાન, ભારતના શહેરી વિસ્તારો પણ પૂરનો સામનો કરશે.  કારણ કે, આગામી થોડા વર્ષોમાં વૈશ્વિક તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ વધશે.

પર્યાવરણમાં પરિવર્તન બાળકો માટે દુ-ખદ 

ઉલ્લેખનીય છે કે 2020 માં વિશ્વના 30 સૌથી પ્રદૂષિત હવા શહેરોમાં માત્ર 21 ભારતના હતા. યુનિસેફના ભારત પ્રતિનિધિ ડો.યાસ્મીન અલી હકના જણાવ્યા મુજબ, પર્યાવરણમાં પરિવર્તન ખરેખર બાળકો માટે દુૃઃખદ હશે. વર્ષ -દર વર્ષે તેમના માટે સમસ્યાઓ વધતી જશે.

વિકાસની દોડમાં નેપાળ, શ્રીલંકા અને ભૂતાન પછાત છે, પરંતુ બાળકોની સ્થિતિ સારી 

ભારતના પાડોશી દેશો નેપાળ, શ્રીલંકા અને ભૂતાન વિકાસની દોડમાં પાછળ  છે, પરંતુ તેમના બાળકોની સ્થિતિ સારી હશે. યુનિસેફની યાદીમાં આ દેશો અનુક્રમે 51 મા, 61 મા અને 111 મા ક્રમે છે. આનો અર્થ એ છે કે ભૂતાનના બાળકો આસપાસના દેશોના બાળકોમાં શ્રેષ્ઠ સ્થિતિમાં હશે.