Not Set/ મૃત્યુ બાદ આજીવન કેદની સજા..!! પોલીસ પણ ડરતી હતી આ ગેંગસ્ટરથી ….

રાજસ્થાનનો કુખ્યાત ગેંગસ્ટર આનંદપાલ આશરે બે વર્ષ પહેલા એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પરંતુ તેની સામે હજી પણ ઘણા કેસો ચાલી રહ્યા છે. આવા જ એક કેસમાં અદાલતે ચુકાદો આપ્યો છે, ત્યારબાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.  આનંદપાલ સહિત છ ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી હતી. આશ્ચર્યની વાત એ છે કે ગેંગસ્ટર આનંદપાલ સહિત ત્રણ […]

Top Stories
આનંદ પાલ મૃત્યુ બાદ આજીવન કેદની સજા..!! પોલીસ પણ ડરતી હતી આ ગેંગસ્ટરથી ....

રાજસ્થાનનો કુખ્યાત ગેંગસ્ટર આનંદપાલ આશરે બે વર્ષ પહેલા એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પરંતુ તેની સામે હજી પણ ઘણા કેસો ચાલી રહ્યા છે. આવા જ એક કેસમાં અદાલતે ચુકાદો આપ્યો છે, ત્યારબાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.  આનંદપાલ સહિત છ ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી હતી. આશ્ચર્યની વાત એ છે કે ગેંગસ્ટર આનંદપાલ સહિત ત્રણ દોષિતો હવે આ સજા સાંભળવા માટે જીવંત નથી. એક સમયે આનંદપાલ સિંઘનો એવો ખૌફ હતો કે, પોલીસકર્મી પણ તેના નામે ધ્રુજવા હતા.

ગેંગસ્ટર આનંદપાલના શિરે  5 લાખનું ઇનામ હતું. પોલીસને આનંદપાલ નો કિલ્લો મળ્યો, જે કોઈ ફિલ્મના વિલનના કિલ્લાથી ઓછો નહોતો. આનંદપાલે  અવાવરુ જગ્યાએ આવેલા ખેતરના ફાર્મહાઉસને કિલ્લાનું રૂપ આપ્યું હતું. જ્યાં દુશ્મનોને પકડવા માટે બંકર બનાવવામાં આવ્યા હતા. દુશ્મનો પર ગોળીબાર કરવા માટે દિવાલોમાં છિદ્રો પણ બનાવવામાં આવ્યાં હતાં.

anand pal 1 મૃત્યુ બાદ આજીવન કેદની સજા..!! પોલીસ પણ ડરતી હતી આ ગેંગસ્ટરથી ....

પોલીસે કરોડોની સંપત્તિની સીલ પણ કરી હતી.

ગેંગસ્ટર આનંદપાલને દબાણમાં લાવવામાં રાજસ્થાન પોલીસે 150 કરોડથી વધુ બેનામી જમીન સીલ  કરી હતી. આ પછી, પોલીસના સકંજામાં  પકડાયેલા આનંદપાલના સાથીઓને  નિશાન પર લઈને પોલીસે આ કિલ્લો શોધી કાઢ્યો હતો. અને તેને સરકારી સંપત્તિ જાહેર કરી અને તેને સીલ કરી દીધી છે.

anandpal1 મૃત્યુ બાદ આજીવન કેદની સજા..!! પોલીસ પણ ડરતી હતી આ ગેંગસ્ટરથી ....

ગેંગસ્ટરનો કિલ્લો ફિલ્મો જેવો હતો

પોલીસ આનંદપાલની નજીક જય રહી હતી, રોજ પોલીસ ને આનંદપાલને લગતી નવી માહિતી મળી રહી હતી. નાગૌરના લાડનૂન ખાતેના ફાર્મ હાઉસ ખાતે આનંદપાલનો કિલ્લો જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ, આ કિલ્લો લોકોએ ફક્ત ફિલ્મોમાં જ જોયો હતો. આનંદપાલનું તે ફાર્મ હાઉસ 9 વીઘા જમીન પર બનાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.