દુનિયાભરમાં હોટ ફેશન ના પ્રતીક તરીકે પ્રખ્યાત બનેલી મહિલાઓની અંતઃ વસ્ત્ર ‘બ્રા’ 21 મી સદીનું દાન નથી. શું તમે પણ આશ્ચર્ય માં મુકાઈ ગયાને? જી હા એ સાચું છે કે આપણા દેશમાં મહિલાઓ દ્વારા પહેરાઈ રહેલી ‘બ્રા‘ ના પુરાવા પ્રથમ સદી (કાશ્મીર) માં રાજા હર્ષવર્ધનના શાસનમાં જોવા મળે હતી.

તમને જણાવીએ કે, પેહલી સદીમાં ભારતની સ્ત્રીઓ દ્વારા ‘શિમીઝ’ પહેરવાનું ચલણ હતું. આનો પુરાવો પ્રથમ સદીના સાહિત્યમાં પણ જોવા મળે છે. ઇતિહાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે 1237 A.D. સુધી યુવાન છોકરીઓમાં ‘શિમીઝ’ પહેરવાનું ચલણ વધી ગયું હતું.

ભારત ની મહિલાઓ નું અંતઃ વસ્ત્રનો ઇતિહાસ અહીજ સમાપ્ત નથી થતો, પરંતુ સોમનાથ ચરિત્ર માં તો એક વૃદ્ધ વેશ્યાને વર્ણવતા કહ્યું હતું કે કેવી રીતના તે તેના સ્તન માટે એક વિષેશ ‘બ્રા’ નો ઉપયોગ કરતી હતી. આજે પણ સમગ્ર વિશ્વમાં હોટ ડ્રેસિંગ તરીકે અન્ડરવેર ને બતાવામાં આવે છે, પણ હકીકત માં તે ઘણા વર્ષો પેહલા પણ આપડા દેશ માં પ્રચલિત હતું અને તે સ્ત્રીઓમાં ખૂબ આકર્ષક પણ હતી.

વાત અહીં ખતમ નથી થતી, ભારતના પ્રસિદ્ધ કવિ હરિહરે પણ આવા સફેદ ચુસ્ત ડ્રેસ પહેરવાનું વર્ણન કર્યું હતું. જેના ઉપર સોનાથી બનાવેલી શાલ પહેરવામાં આવતી હતી. તમને જણાવીએ કે, વિજયનગર સામ્રાજ્ય દરમિયાન સિલાઈ કરેલી બ્રા અને અન્ય ચુસ્ત કપડાં પહેરવાનું ખાસ ચલણ હતું.
