Not Set/ શું તમે એલ્યુમિનીયમના વાસણોનો કરો છો ઉપયોગ?, જો હા તો ચેતી જાવ

મુંબઈ જો તમે નિયમિત રીતે પોતાના ભોજનને ગરમ અને ક્લીન રાખવા માટે એલ્યુમિનીયમ વાસણોનો ઉપયોગ કરતા હોઉ તો તમારે ચેતી જવાની જરૂર છે. એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરતા પહેલા 100 વખત વિચાર કરજો. કારણકે આ પ્રકારના વાસણમાં મળી આવતુ મેટલ તમારા ભોજનમાં ભળી જાય છે અને તે તમારા જીવ માટે જોખમકારક બની શકે છે. તાજેતરમાં સામે […]

Health & Fitness Lifestyle
k શું તમે એલ્યુમિનીયમના વાસણોનો કરો છો ઉપયોગ?, જો હા તો ચેતી જાવ

મુંબઈ

જો તમે નિયમિત રીતે પોતાના ભોજનને ગરમ અને ક્લીન રાખવા માટે એલ્યુમિનીયમ વાસણોનો ઉપયોગ કરતા હોઉ તો તમારે ચેતી જવાની જરૂર છે. એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ કરતા પહેલા 100 વખત વિચાર કરજો. કારણકે આ પ્રકારના વાસણમાં મળી આવતુ મેટલ તમારા ભોજનમાં ભળી જાય છે અને તે તમારા જીવ માટે જોખમકારક બની શકે છે.

તાજેતરમાં સામે આવેલા એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ,  ટીનફોઈલમાં ક્યારેય પણ ભોજન બનાવવુ જોઈએ નહીં. કારણકે તે બાબત સ્વાસ્થ્ય માટે ખતરનાક રૂપ સાબિત થઈ શકે છે. એઈન શેમ્સ યુનિવર્સિટીના ગડા બીસીયોનીના જણાવ્યા મુજબ, એલ્યુનિનિયમના વાસણ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. તેમનું કહેવુ છે કે તાજેતરમાં તેમણે કરેલ સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા સ્વીકૃત કરાયેલ એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ જ્યારે ભોજન  બનાવવામાં કરવામાં આવે છે, ત્યારે એલ્યુમિનિયમ ભોજન સાથે ભળી જાય છે. સાથે જ એલ્યુમિનિયમમાં રહેલ મેટલ નામનું તત્વ પણ ભોજનમાં ભળી જાય છે.

બીસીયોનીએ જણાવ્યુ હતું કે, પોટ્‌ર્સ અને પેન્સ પણ એલ્યુમિનિયમનું બનેલુ હોય છે પરંતુ તેનુ ઓક્સિકરણ થઈ જાય છે. તેમાં એક પાતળી પરત હોય છે જે ભોજનમાં એલ્યુમિનિયમને પડતા રોકે છે.  પરંતુ જ્યારે સાદા એલ્યુમિનિયમના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે ત્યારે આવી કોઈ પરત રક્ષણરુપ બનતી નથી. તેમના સંશોધનમાં જાણવા મળ્યુ છે કે,  શરીરમાં વધુ માત્રામાં એલ્યુમિનિયમ જવાથી બ્રેઈન કોશિકાઓનું ડેવલોપમેન્ટ અટકી જાય છે. તેમજ તેનાથી હાડકા સંબંધિત બિમારીનો ખતરો પણ વધે છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યુ છે કે,  અલ્જાઈમર જેવા રોગો માટે પણ શરીરમાં એલ્યુમિનિયમની વધુ માત્રા જવાબદાર હોય છે.  એલ્યુમિનિયમની વધુ માત્રાથી કિડની ફૈલ થવાનો પણ ખતરો રહેલો છે.