Not Set/ કોફીનું વધુ પડતુ સેવન તમને નપુસંક બનાવી શકે છે, વાંચી લો

અમદાવાદ, એક જ દિવસમાં 200 મીલી ગ્રામથી વધુ કોફી પીવવાથી શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધી જતુ હોય છે. એક નવા સંશોધનમાં જણાવ્યા અનુસાર, કોફીનું વધુ પડતુ સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. એસ્ટ્રોજનનું પ્રમાણ વધવાથી મહિલા અને પુરુષો બન્ને લોકોને પ્રજનન સંબંધિત સમસ્યા સર્જાઈ શકે છે. કોફીનું વધુ પડતુ સેવન તમને નપુસંક […]

Health & Fitness Lifestyle
ggi કોફીનું વધુ પડતુ સેવન તમને નપુસંક બનાવી શકે છે, વાંચી લો

અમદાવાદ,

એક જ દિવસમાં 200 મીલી ગ્રામથી વધુ કોફી પીવવાથી શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધી જતુ હોય છે. એક નવા સંશોધનમાં જણાવ્યા અનુસાર, કોફીનું વધુ પડતુ સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. એસ્ટ્રોજનનું પ્રમાણ વધવાથી મહિલા અને પુરુષો બન્ને લોકોને પ્રજનન સંબંધિત સમસ્યા સર્જાઈ શકે છે. કોફીનું વધુ પડતુ સેવન તમને નપુસંક પણ બનાવી શકે છે.

કામકાજમાં વ્યસ્ત રહેતા લોકો તણાવ દૂર કરવા માટે અથવા શરીરમાં સ્ફુર્તિ લાવવા માટે કોફી, ચોકલેટ અને ચા લેવાનું પસંદ કરતા હોય છે અને ધીમે-ધીમે તેમની આ પંસદ ટેવમાં પરિવર્તીત થઈ જતી હોય છે.

આ ટેવથી નપુસંક હોવાનો ખતરો પણ વધી જતો હોય છે. લીલાવતી હોસ્પિટલ, મુંબઈના નપુસંક્તા વિશેષજ્ઞ ડોક્ટર ઋષિકેશનું કહેવું છે કે, વધુ પડતી કોફી પીવવાથી પુરુષોની પ્રજનન ક્ષમતા પર અસર થાય છે. જે પુરુષો રોજના બે કપ અથવા તેનાથી વધુ કોફી પીવે છે તેમાં પિતા બનવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે.

જ્યારે મહિલાઓમાં કૈફીન ફેલોપિયન ટ્યુબમાં પેસમેકર કોશિકાઓની પ્રણાલી પર અડચણ ઉભી કરે છે. આ કોશિકાઓ ટ્યુબ સંકુચનનું કામ કરે છે અને ઈંડાને ટ્યુબમાં નીચે જવાથી રોકે છે. પરંતુ જ્યારે મહિલાઓ વધુ પડતી માત્રામાં કૈફીન લે છે તો તેમને ગર્ભધારણ કરવામાં કૈફીન ન લેનારી મહિલાઓની સરખામણીએ વધુ સમય લાગે છે. એવામાં જા તમે ફેમિલી પ્લાન કરી રહ્યા છો તો ચા, કોફી અને ચોકલેટની માત્રાને ઓછી કરી દો.