Not Set/ ઉનાળાની ઋતુમાં આ રીતે ઘરે જ બનાવો કેરીનું રાયતું અને કેરીની અલગ રીતે મજા માણો

ઉનાળાની ઋતુ આવે ત્યારે સૌથી પહેલા કેરીની યાદ આવે અને જો કેરીમાંથી અલગ અલગ વાનગી બનાવીને ખાવામાં આવે તો તેની મજા જ કઈ અલગ હોય છે અને જો કેરીની ઋતુ ચલતી હોય અને ત્યારે તો કેરીમાંથી બનાવેલ કેરીનું રાઈતું જરૂરથી બનવું જોઈએ તો આજે આપને જાણીશું કે ઘરે કઈ રીતે બનાવી શકાય કેરીનું રાઈતું. સામગ્રી […]

Lifestyle
maha ઉનાળાની ઋતુમાં આ રીતે ઘરે જ બનાવો કેરીનું રાયતું અને કેરીની અલગ રીતે મજા માણો

ઉનાળાની ઋતુ આવે ત્યારે સૌથી પહેલા કેરીની યાદ આવે અને જો કેરીમાંથી અલગ અલગ વાનગી બનાવીને ખાવામાં આવે તો તેની મજા જ કઈ અલગ હોય છે અને જો કેરીની ઋતુ ચલતી હોય અને ત્યારે તો કેરીમાંથી બનાવેલ કેરીનું રાઈતું જરૂરથી બનવું જોઈએ તો આજે આપને જાણીશું કે ઘરે કઈ રીતે બનાવી શકાય કેરીનું રાઈતું.

સામગ્રી

૧ ૧/૨ કપ  પાકી કેરીના ટુકડા

૧ ૧/૨ કપ તાજું દહીં

૧ ૧/૨ ટેબલસ્પૂન પીસેલી સાકર

૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર

સજાવટ માટે

શકેલા જીરાનો પાઉડર

કેરીના ટૂકડા

બનાવવાની રીત

એક ઊંડા બાઉલમાં દહીં, પીસેલી સાકર અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરીને જેરી લો. તે પછી તેમાં પાકી કેરી મેળવી સારી રીતે મિક્સ કરીને રેફ્રીજરેટરમાં લગભગ ૩૦ મિનિટ રાખી મૂકો અને ત્યારબાદ કેરીનું રાઈતુંમાં શકેલા જીરાનો પાઉડર અને કેરીના ટૂકડાનાખીને પીરસો.