રેસીપી/ નાસપાતી અને દાડમનું સલાડ, બનાવવાની રીત

આ સ્વસ્થ પાલક અને દાડમનું સલાડને તરત જ પીરસો અને તાજા નાસપાતીના સ્વાદ સાથે ખટ્ટા-મીઠા સલાડનો સ્વાદ માણો.

Food Lifestyle
mahi w નાસપાતી અને દાડમનું સલાડ, બનાવવાની રીત

જ્યારે તમને બજારમાં તાજા નાસપાતી મળે ત્યારે આ નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી જરૂર અજમાવજો. દાડમનો રસ, લીંબુનો રસ, રાઇનો પાવડર, મધ અને મરીનો પાવડર મેળવીને એક હુંફાળુ ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે જે નાસપાતી સાથે મજેદાર સ્વાદ આપે છે. અને સાથે તેમાં થોડા આઇસબર્ગ સલાડના પાન મેળવ્યા છે જેથી તે કરકરો બને. આ સ્વસ્થ પાલક અને દાડમનું સલાડને તરત જ પીરસો અને તાજા નાસપાતીના સ્વાદ સાથે ખટ્ટા-મીઠા સલાડનો સ્વાદ માણો.

સામગ્રી

1 1/2 કપ ટુકડા કરેલા નાસપાતી
1/2 કપ દાડમના દાણા
2 1/2 કપ આઇસબર્ગ સલાડના પાન
1 ટેબલસ્પૂન જેતૂનનું તેલ
3 ટેબલસ્પૂન દાડમનો રસ
1 1/2 ટેબલસ્પૂન લીંબુનો રસ
1/2 ટીસ્પૂન રાઇનો પાવડર (બજારમાં તૈયાર મળતું)
3/4 ટેબલસ્પૂન મધ
2 ટીસ્પૂન તાજું પીસેલું કાળા મરીનું પાવડર  (સ્વાદાનુસાર)

બનાવવાની રીત 

બરફના ઠંડા પાણીમાં સલાડના પાન લગભગ 10 મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ પાણી કાઢી લો. આમ કરવાથી પાન થોડા કરકરા થશે.

એક ઊંડા બાઉલમાં સલાડના પાન, નાસપાતી અને દાડમ મેળવી, સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.

એક નાના નૉન-સ્ટીક પૅનમાં જેતૂનનું તેલ ગરમ કરી તેમાં દાડમનો રસ, લીંબુનો રસ, રાઇ પાવડર, મધ અને મરી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

આમ તૈયાર થયેલું હુંફાળું ડ્રેસિંગ સલાડ પર રેડી સારી રીતે મિક્સ કરી લો. તરત જ પીરસો.

આ પણ વાંચો : જો તમે સમયસર કારની સર્વિસ નથી કરાવી શકતા, તો આ ત્રણ કામ કરાવી લો

આ પણ વાંચો :સુતા પહેલા તમને પણ સંગીત સાંભળવાની છે આદત તો થઇ શકે છે આ નુકશાન

આ પણ વાંચો :આ 5 ખરાબ આદતો તમારા હોઠને કરે છે કાળા

આ પણ વાંચો :ખુબ ગુણકારી છે લાલ ચંદન, જોણો ફાયદો…