Not Set/ પરસેવાથી પરેશાન છો,આ ઉપાય અજમાવી લેજો 

અમદાવાદ  ગરમીની સીઝનમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ સીઝનમાં લોકો પરસેવાની દુર્ગન્ધથી પણ વધુ પરેશાન જોવા મળતા હોય છે. જો તમે પણ બગલમાં થતા પરસેવાની દુર્ગન્ધથી હેરાન છો તો કેટલાક સરળ ઉપાયોથી તમે આનાથી છુટકારો પામી શકો છો અને પોતાને તરોતાજા અનુભવી શકો છો. સોહમ વેલનેસ ક્લિનિકની સાંદર્ય વિશેષજ્ઞ અને […]

Health & Fitness Lifestyle
અમદાવાદ 
ગરમીની સીઝનમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ સીઝનમાં લોકો પરસેવાની દુર્ગન્ધથી પણ વધુ પરેશાન જોવા મળતા હોય છે. જો તમે પણ બગલમાં થતા પરસેવાની દુર્ગન્ધથી હેરાન છો તો કેટલાક સરળ ઉપાયોથી તમે આનાથી છુટકારો પામી શકો છો અને પોતાને તરોતાજા અનુભવી શકો છો.
સોહમ વેલનેસ ક્લિનિકની સાંદર્ય વિશેષજ્ઞ અને માલિક દિવ્યા ઓહરીએ જણાવ્યું કે, બગલની દુર્ગન્ધને દૂર કરવાનો પ્રાથમિક ઉપાય આ ભાગને સુકો રાખવા અને બેક્ટેરીયા થતા અટકાવવા છે. સૌંદર્ય વિશેષજ્ઞએ આ સમસ્યાથી  છુટકારો  પામવા માટે કેટલાક ઉપાયો બતાવ્યા છે.
જે પૈકી સાફ-સફાઈના સામાન્ય નિયમોને ધ્યાનમાં રાખીને જેવા કે ગરમીના દિવસમાં બે વખત ન્હાવાથી ત્વચામાં રહેલ બેક્ટેરીયા નાશ થઈ જતા હોય છે. ગરમીની સીઝનમાં અનુકૂળ કપડા પહેરવા જાઈએ. જેનાથી પરસેવો ઓછો થાય. ખાસ કરીને ગરમીની સીઝનમાં સુતરાઉ કાપડના કપડા પહેરવા જોઈએ જે સુકવામાં સક્ષમ હોય છે. આ ઉપરાંત ગરમીની સીઝનમાં ખોરાકમાં પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
આ સીઝનમાં મસાલેદાર ખાવાનું ટાળવું જાઈએ. ઉપરાંત કૈફી દ્રવ્યોથી ખાસ દૂર રહેવુ જાઈએ.દારુ, સિગારેટ, તમ્બાકુ આ બધી ચીજવસ્તુઓથી બગલમાં દુર્ગન્ધ વધી જાય છે. ત્વચા પર રહેલ બેક્ટેરીયાને દૂર કરવા માટે લીંબુ ખૂબ જ ઉત્તમ છે. ન્હાતા પહેલા લીંબુના રસને ત્વચા પર લગાવો અને તેને થોડો સમય સુધી સુકાવા દો, જ્યાં સુધી તમારા બગલની દુર્ગન્ધ દૂર ન થાય ત્યાં સુધી આમ બેથી ત્રણ વખત દિવસમાં કરો. જેનાથી તમારા બગલની દુર્ગન્ધ  દૂર થશે તેમજ બેક્ટેરીયા નષ્ટ થઈ જશે.