Not Set/ રાત્રિના સમયે કેવો ખોરાક લેશો તો સ્વાસ્થ રહેશે અપટુડેટ, અહીં જાણી લો

અમદાવાદ તંદુરસ્ત શરીર માટે ફક્ત લંચની સાથે સાથે રાત્રિ ભોજન પણ એટલું જ મહત્વનું છે. સાંજના ભોજન માટે આપણે ઘણું બધું સાંભળ્યું છે કે સાંજે સુર્યાસ્ત પહેલા જમવું, ભોજનમાં મીઠું અને ખાંડનું પ્રમાણ ઓછું રાખવું, વગેરે વગેરે. પણ આયુર્વેદનું એ વિશે શું કહેવું છે એ આજે આપણે જાણીએ રાત્રિ દહીં ખાવાનું કરો બંધ આપણે ત્યાં રાત્રિના ભોજનામાં […]

Health & Fitness Lifestyle
jjjb રાત્રિના સમયે કેવો ખોરાક લેશો તો સ્વાસ્થ રહેશે અપટુડેટ, અહીં જાણી લો

અમદાવાદ

તંદુરસ્ત શરીર માટે ફક્ત લંચની સાથે સાથે રાત્રિ ભોજન પણ એટલું જ મહત્વનું છે. સાંજના ભોજન માટે આપણે ઘણું બધું સાંભળ્યું છે કે સાંજે સુર્યાસ્ત પહેલા જમવું, ભોજનમાં મીઠું અને ખાંડનું પ્રમાણ ઓછું રાખવું, વગેરે વગેરે. પણ આયુર્વેદનું એ વિશે શું કહેવું છે એ આજે આપણે જાણીએ

  1. રાત્રિ દહીં ખાવાનું કરો બંધ

આપણે ત્યાં રાત્રિના ભોજનામાં દહીં ખાવાની આદત બહુ કોમન છે પરંતું જો તમને પણ દરરોજ રાત્રે દહીં ખાવાની આદત છે તો તે બદલી નાખજો. આયુર્વેદ પ્રમાણે, દહીં મીઠું અને ખાટુ એવા બંને ગુણધર્મો ધરાવે છે જે શરીરમાં કફનું પ્રમાણ વધારે છે. અને રાત્રિ દરમિયાન શરીરમાં કફનું પ્રમાણ એમ પણ વધારે જ હોય છે જે શરીરના સંતુલન ઉપર અસર કરી શકે છે.દહીં ખાવાના કારણે બીજા દિવસે શરીર પર સોજા પણ જોવા મળે છે.

  1. વટાણા,કઠોળ વધુ ખાવો

પ્રોટીનથી ભરપુર ખોરાક જેમ કે વટાણા, મસુર, કઠોળનું પ્રમાણ તમારા રાત્રિ ભોજનમાં વધારી દો. કારણ કે કાર્બોહાઈડ્રેટનું ઓછું પ્રમાણ અને પ્રોટીનનું વધારે પ્રમાણ પાચન પ્રક્રિયામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.રાત્રિના સમયે કઠોળ ખાવાને કારણે શરીરમાં બીપીની સમસ્યા પણ ઓછી રહે છે.

  1.  ખાતી વખતે ફક્ત ખાવામાં જ ધ્યાન રાખો.

જમતી વખતે વાતો કરવાથી અથવા TV જોવાથી તમારું ધ્યાન જમવા ઉપર નથી રહી શકતું. અમુક લોકોને રાત્રિના સમયે સોફા પર સુતા સુતા પણ જવાની ટેવ હોય છે જે ખોટું છે.ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે રાત્રિના સમયે લોકો ઝડપથી ખાતા હોય છે.તમે જમતી વખતે ફક્ત જમવા ઉપર જ ધ્યાન આપો તો એ એક મેડીટેશન તરીકે પણ ફાયદાકારક સાબિત થાય છે. અને તમારા શરીરની જરુરીયાત પ્રમાણે ખોરાક ખાઈ શકો છો.

  1. ઓછુ ખાવો,ઉંઘો વધારે

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે રાત્રિ દરમિયાન હળવું ભોજન ખાવાથી ઊંઘ સારી આવે છે. આ ઉપરાંત, રાત્રિ ભોજન અને સુવાના સમય વચ્ચે ઓછામાં ઓછા 2 થી 3 કલાકનો સમયગાળો રાખવો.

  1. ઓછા કાર્બોહાઈડ્રેટ

ઓછા કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક પચવામાં એકદમ સરળ રહે છે. રાત્રે ભારે ખોરાક ખાવાથી પાચનતંત્ર તેમજ ઊંઘ ઉપર અસર પડે છે.રાત્રિના ભોજનમાં ખીચડી કે ઘી વગરની રોટલી અથવા ઓટ્સ જમી શકાય.ભારે ખોરાકને કારણે સુતા પછી શરીરમાં વાયુનું પ્રમાણ વધે છે.તીખુ તળેલું કે પનીર-ઘી વાળું ખાવાથી લીવરમાં પણ એસિડ વધવાને કારણે ગેસ થવાનું પ્રમાણ વધે છે.

  1. ગળ્યું બંધ કરો,મધ ખાવાનું ચાલુ કરો.

વધુ પડતું ગળ્યું વજન તો વધારે છે સાથે બીપીમાં પણ વટઘટ કરે છે.ખાંડ કે ગોળ જેવુમં ગળ્યું ખાવાને બદલે મધ ખાવાથી તમને સ્વાદ તો સારો આવશે જ પણ તેની સાથે સાથે તે વજન ઘટાડવા માટે પણ મદદ કરે છે