રેસીપી/ મસાલા દાળવડા તમે ઘરે બનવવા માંગતા હોવ તો આ વાંચો

સામગ્રી  150 ગ્રામ નારિયેળ છીણ 150 ગ્રામ સીંગદાણા 400 ગ્રામ ચણાદાળ 100 ગ્રામ ચણાનો લોટ 1 ચમચી વાટેલ આદું-મરચાં કોથમીર અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો ખાંડ(સ્વાદ પ્રમાણે) 8 થી 9 દ્રાક્ષ 2 લીલા મરચા લીંબુ નો રસ તેલ (તળવા માટે) મીઠું(સ્વાદ પ્રમાણે) બનાવવાની રીત  સૌ પ્રથમ સીંગદાણાને રાત્રે ગરમ પાણીમાં પલાળો. સવારે છોડા […]

Food Lifestyle
mahud મસાલા દાળવડા તમે ઘરે બનવવા માંગતા હોવ તો આ વાંચો

સામગ્રી 

150 ગ્રામ નારિયેળ છીણ

150 ગ્રામ સીંગદાણા

400 ગ્રામ ચણાદાળ

100 ગ્રામ ચણાનો લોટ

1 ચમચી વાટેલ આદું-મરચાં

કોથમીર

અડધી ચમચી હળદર

અડધી ચમચી ગરમ મસાલો

ખાંડ(સ્વાદ પ્રમાણે)

8 થી 9 દ્રાક્ષ

2 લીલા મરચા

લીંબુ નો રસ

તેલ (તળવા માટે)

મીઠું(સ્વાદ પ્રમાણે)

બનાવવાની રીત 

સૌ પ્રથમ સીંગદાણાને રાત્રે ગરમ પાણીમાં પલાળો. સવારે છોડા કાઢી તેમાં નારિયેળનું છીણ, વાટેલ-આદું-મરચાં, કોથમીર નાખી બધું વાટો. તેમાં ખાંડ, દ્રાક્ષ, લીંબુનો રસ, મીઠું નાખી તેના ગોળા વાળો. ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી, તેમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, ચણાનો લોટ અને તેલનું મોણ નાખી, તેને ફીણી સાધારણ જાડું ખીરું તૈયાર કરો. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ચણાના ખીરામાં તૈયાર કરેલ ગોળા બોળી, બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે મસાલા દાળવડા..

આ પણ વાંચો:તસવીરોમાં જુઓ સંસદની ખુશનુમા બપોરઃ ધનખર, મોદી, ખડગેએ એક જ ટેબલ પર બાજરીની વાનગીઓ ખાધી

આ પણ વાંચો:સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુતો બચી જશો ડાયબિટીજથી

આ પણ વાંચો:જાણો, ફાટી ગયેલા દૂધથી થતા ફાયદાઓ