Not Set/ ઉનાળાની ઋતુમાં ઘરે જ માણો મેંગો આઈસ્ક્રીમનો સ્વાદ

આવી તપતપી ગરમીમાં ઘરે બનવેલ  હેલ્દી મેંગોઆઈસ્ક્રીમજો ખાવા મળી જાય તો મજા આવી જાય. આજે અમે આપને ઘરે કઈ રીતે મેંગો આઈસ્ક્રીમ  બનાવી શકાય તે જણાવીશું. સામગ્રી 1 કપ ફૂલ ક્રીમવાળું દૂધ 1 કપ ફ્રેશ ક્રીમ 6-7 ટેબલસ્પૂન ખાંડ 1 ટીસ્પૂન કોર્નફલોર 1-2 ટીપા પીળો કલર 1 કપ મેંગો પલ્પ (હાફૂસ/કેસર કેરી) 2-3 ટીપા મેંગો […]

Lifestyle
mahuk ઉનાળાની ઋતુમાં ઘરે જ માણો મેંગો આઈસ્ક્રીમનો સ્વાદ

આવી તપતપી ગરમીમાં ઘરે બનવેલ  હેલ્દી મેંગોઆઈસ્ક્રીમજો ખાવા મળી જાય તો મજા આવી જાય. આજે અમે આપને ઘરે કઈ રીતે મેંગો આઈસ્ક્રીમ  બનાવી શકાય તે જણાવીશું.

સામગ્રી

1 કપ ફૂલ ક્રીમવાળું દૂધ

1 કપ ફ્રેશ ક્રીમ

6-7 ટેબલસ્પૂન ખાંડ

1 ટીસ્પૂન કોર્નફલોર

1-2 ટીપા પીળો કલર

1 કપ મેંગો પલ્પ (હાફૂસ/કેસર કેરી)

2-3 ટીપા મેંગો એસેન્સ (ઓપ્શનલ)

 

ખાસ નોધ

કેરીના સ્વાદ પ્રમાણે ખાંડ વધારે કે ઓછી લેવી.

કેરી થોડી ખટમીઠી લેવી.

 

બનાવવાની રીત

એક વાડકીમાં થોડું દૂધ લઈ તેમાં કોર્નફલોર નાખી, બરાબર મિક્સ કરી તેને સાઈડમાં રાખવું. હવે બાકીના દુધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા કરવું. દુધમાં ઉભરો આવે પછી મીડીયમ તાપે, તેને 2-3 મિનિટ ઉકાળવું.પછી કોર્નફલોરવાળું દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું. ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડીયમ તાપે, દુધને થોડીવાર ઉકાળવું. દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડુ કરવા મુકવું. દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને મેંગો એસેન્સ નાંખી, બરાબર મિક્સ કરી, દુધને એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મુકવું. આઈસક્રીમ થોડી જામે એટલે તેને ફ્રિજમાંથી બહાર કાઢી, મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુધ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી ચર્ન કરવું. પછી તેમાં મેંગો પલ્પ નાખી, બરાબર મિક્સ કરી, ફરી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, આઈસક્રીમને ફ્રિજમાં સેટ થવા મુકવો. આઈસક્રીમ બરાબર સેટ થઈ જાય પછી ઉપયોગમાં લેવો.