Not Set/ મિક્સ વેજીટેબલ પરોઠા આ રીતે ઘરે બનાવવાની રીત,વાંચો

સામગ્રી રોટલી માટે 1/2 કપ ઘઉંનો લોટ 1/2 કપ મેંદો 2 ટેબલસ્પૂન દૂધ મીઠું (સ્વાદાનુસાર) 1 ટેબલસ્પૂન પિગળાવેલું ધી ઘઉંનો લોટ (વણવા માટે) પૂરણ માટે 11/2 કપ સમારીને બાફી લીધેલા મિક્સ શાકભાજી (ગાજર , ફણસી , લીલા વટાણા વગેરે) 2 ટેબલસ્પૂન તેલ 1/2 કપ ઝીણા સમારેલા કાંદા 3/4 કપ બાફી, છોલીને ચુદેલા બટાકા 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર 2 ટીસ્પૂન ઝીણી સમારેલા મરચા 1/2 ટીસ્પૂન મારચું […]

Food Lifestyle
mahukjk મિક્સ વેજીટેબલ પરોઠા આ રીતે ઘરે બનાવવાની રીત,વાંચો

સામગ્રી

રોટલી માટે

1/2 કપ ઘઉંનો લોટ
1/2 કપ મેંદો
2 ટેબલસ્પૂન દૂધ
મીઠું (સ્વાદાનુસાર)
1 ટેબલસ્પૂન પિગળાવેલું ધી
ઘઉંનો લોટ (વણવા માટે)

પૂરણ માટે

11/2 કપ સમારીને બાફી લીધેલા મિક્સ શાકભાજી (ગાજર , ફણસી , લીલા વટાણા વગેરે)

2 ટેબલસ્પૂન તેલ
1/2 કપ ઝીણા સમારેલા કાંદા
3/4 કપ બાફી, છોલીને ચુદેલા બટાકા
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
2 ટીસ્પૂન ઝીણી સમારેલા મરચા
1/2 ટીસ્પૂન મારચું પાવડર
2 ચપટીભર ગરમ મસાલો
મીઠું (સ્વાદાનુસાર)

અન્ય જરૂરી વસ્તુઓ

તેલ (શેકવા માટે)

પીરસવા માટે

તાજું દહીં

 રોટલી બનવાની રીત

એક ઉંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી લીધા પછી તેને 10 ભાગને 150 મી. મી. (5) ના ગોળાકારમાં ઘઉંના લોટની મદદથી વણી લો.

એક ગરમ તવા પર તૈયાર કરેલી દરેક રોટી શેકી લો. આ રોટીને મલમલના કપડા વડે ઢાંકીને બાજુ પર રાખો.

પૂરણ બનવવાની રીત

એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા કાંદા નાંખી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યા સુધી સાંતળી લો. તે પછી તેમા મિક્સ શાકભાજી અને બટાટા મેળવી, સારી રીતે મિક્સ કરીને, મધ્યમ તાપ પર થોડા-થોડા સમયે હલાવતા રહી 1 થી 2 મિનિટ સુધી રાંધી લો.

તે પછી તેમાં કોથમીર, લીલા મરચાં, મરચાં પાવડર, ગરમ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ વધુ 1 મિનિટ સુધી રાંધી લો.

પૂરણ તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો. પૂરણ ઠંડું થઇ જાય તે પછી તેના 5 સરખા ભાગ પાડીને બાજુ પર રાખો.

આગળની રીત

તૈયાર કરેલી એક રોટીને સપાટ જગ્યા પર મૂકી તેના પર તૈયાર કરેલું પૂરણનું એક ભાગ અડધી રોટી પર પાથરી રોટીને અર્ધગોળાકારમાં વાળી લો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર તૈયાર કરેલી રોટી, થોડા તેલની મદદથી, તેની પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી તેને બન્ને બાજુએથી શેકી લો. તાજા દહીં સાથે તરત જ પીરસો.