Not Set/ નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી સાથે વાર્તા બાદ સંયુક્ત નિવેદનમાં મોદીએ કહ્યું : આર્થિક સુધારાઓ માટે પ્રતિબદ્ધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે દેશમાં આર્થિક સુધારાઓને લઈને તેઓ ખુબ જ પ્રતિબદ્ધ છે અને તેમની પ્રતિબધ્ધતા આગળ પણ આવીજ રહેશે. રાજધાની દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માર્ક રુટ સાથે પ્રતિનિધિમંડળ સ્તરીય વાર્તામાં ભાગ લીધા બાદ તેમણે આ વાત કરી હતી. હૈદરાબાદ હાઉસમાં થયેલી વાર્તામાં નેધરલેન્ડ્સ અને ભારતની ૧૩૦ કંપનીઓના ૨૩૦ ઉદ્યોગપતિ-કારોબારીઓ શામેલ થયા […]

India Trending
rutte નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી સાથે વાર્તા બાદ સંયુક્ત નિવેદનમાં મોદીએ કહ્યું : આર્થિક સુધારાઓ માટે પ્રતિબદ્ધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે દેશમાં આર્થિક સુધારાઓને લઈને તેઓ ખુબ જ પ્રતિબદ્ધ છે અને તેમની પ્રતિબધ્ધતા
આગળ પણ આવીજ રહેશે. રાજધાની દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માર્ક રુટ સાથે પ્રતિનિધિમંડળ
સ્તરીય વાર્તામાં ભાગ લીધા બાદ તેમણે આ વાત કરી હતી. હૈદરાબાદ હાઉસમાં થયેલી વાર્તામાં નેધરલેન્ડ્સ અને ભારતની ૧૩૦
કંપનીઓના ૨૩૦ ઉદ્યોગપતિ-કારોબારીઓ શામેલ થયા હતા. આ વાર્તા બાદ જાહેર કરાયેલા સંયુક્ત ઘોષણાપત્રમાં પ્રધાનમંત્રી
મોદીએ કહ્યું કે આર્થિક સુધારાઓ માટે તેમની મજબુત પ્રતિબદ્ધતા બની રહેશે. મુખ્ય કાર્યકારીઓની બેઠકમાં ભારતમાં રોકાણ
વધારવા માટે નેધરલેન્ડ્સની કંપનીઓના કારોબારીઓ સાથે સકારાત્મક વાતચીત થઇ છે.

પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ નેધરલેંડ સાથે વિભિન્ન મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરી હતી. આ
દરમિયાન બન્ને પક્ષોએ વ્યાપાર,રોકાણ,ઉર્જા અને કૃષિ સહીત વિભિન્ન ક્ષેત્રોમાં આપસી સંબંધ મજબુત બનાવવાનો ફેસલો કર્યો
છે. બંને પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ સહીત સંયુક્ત હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ હતી. મોદીએ
આંતરાષ્ટ્રીય સૌર સંગઠન(આઇએસએ) ના સદસ્ય બનવા પર નેધરલેન્ડ્સ ની સરાહના કરી હતી.સંયુક્ત ઘોષણાપત્રમાં એમની
ટીપ્પણીઓમાં પ્રધાનમંત્રી રૂટે કહ્યું કે બંને દેશો માટે વ્યાપાર, રોકાણ, સ્વચ્છ ઉર્જા, કૃષિ અને સ્માર્ટ શહેરો જેવા ક્ષેત્રોમાં સહયોગની
ખુબ આશા છે. પ્રધાનમંત્રી મોદી અને રૂટે ની હાજરીમાં બંને દેશોના કારોબારીઓ અને ઉદ્યોગપતિઓની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માં કૃષિ , ખાદ્ય સંસ્કરણ, ટેકનોલોજી સહીત ૧૦ ક્ષેત્રોમાં રોકાણ પ્રસ્તાવો પર વિસ્તૃત વાર્તા થઇ હતી. નેધરલેન્ડ્સ થી ભારતમાં રોકાણ વધારવા માટે વિભિન્ન ક્ષેત્રોમાં કરાર પર સીઈઓ વાતચીત કરી રહ્યા છે. નેધરલેન્ડ્સ એ ચાર દેશોમાંનું એક છે, જયાની કંપનીઓએ ભારતમાં સૌથી વધારે રોકાણ કર્યું છે. ગયા વર્ષે સાઉદી અરબ બાદ સૌથી વધારે રોકાણ નેધરલેન્ડ્સ થી આવ્યું હતું. નેધરલેન્ડ્સએ ૨૦૦૦ થી ડીસેમ્બર ૨૦૧૭ સુધીના ૧૭ વર્ષના સમયગાળામાં કુલ ૨૩ અરબ ડોલર ભારતમાં રોકલ કર્યું છે.

નવી દીલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી હરસીમરત કૌર બાદલે પ્રધાનમંત્રી માર્ક રુટે નું સ્વાગત કર્યું હતું. તેઓ બે દિવસની ભારત યાત્રા
પર આવ્યા છે. તેઓ પહેલા જુન ૨૦૧૫માં ભારત આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના ગયા વર્ષે જુનમાં નેધરલેન્ડ્સના પ્રવાસ બાદ
એકજ વર્ષના સમયગાળામાં રુટે ભારતના પ્રવાસે આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ(રુટે)
અમારી પ્રમુખ પહેલોમાં મહત્વપૂર્ણ સાથીદાર છે. ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ૫.૩૯ અરબ ડોલરનો દ્વિપક્ષીય વ્યાપાર થાય છે.
નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માર્ક રુટેએ કહ્યું કે પાણી ફક્ત આર્થિક સંપતિના રુપેજ ની પરંતુ સામાજિક, સંસ્કૃતિક અને પર્યાવરણ
સંબંધી મહત્વ આપવાની જરૂર છે. તેમણે ભારત-નેધરલેન્ડ્સ ગંગા મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કહ્યું કે હું નમામી ગંગે યોજના
માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા નક્કી કરવામાં આવેલા લક્ષ્યોનું સમ્માન કરું છું.