રેસીપી/ મિક્સ શાક સાથે યોગર્ટની કઢી, આજે જ ટ્રાય કરો

સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને દહીંનો ઉપયોગ કર્યો છે.

Food Lifestyle
મિક્સ શાક સાથે યોગર્ટની કઢી

સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને દહીંનો ઉપયોગ કર્યો છે. તમે તેમાં અજમાએશ માટે બીજા કોઇપણ શાક જે હાથવગા હોય તેનો ઉમેરો પણ કરી શકો છો. ખાસ યાદ રાખવાનું કે પહેલાથી વલોવેલા દહીંનો ઉપયોગ ન કરવો, નહીં તો તે શાકમાં છુટી પડી જશે.

મિક્સ શાક સાથે યોગર્ટની કઢી બનાવા માટેની સામગ્રી

1 કપ સમારીને બાફી લીધેલા મિક્સ શાક (ગાજર , ફણસી , ફૂલકોબી , લીલા વટાણા વગેરે)
1 કપ તાજું દહીં
1 1/2 ટેબલસ્પૂન ચણાનો લોટ
1/2 ટેબલસ્પૂન ઘી
1/2 ટીસ્પૂન રાઇ
1/2 ટીસ્પૂન જીરૂ
1/4 કપ ઝીણા સમારેલા કાંદા
1/2 ટીસ્પૂન મરચાં પાવડર
1/4 ટીસ્પૂન હળદર
1/4 ટીસ્પૂન ધાણાજીરા પાવડર
મીઠું  (સ્વાદાનુસાર)

સજાવવા માટે

2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

મિક્સ શાક સાથે યોગર્ટની કઢી બનાવવાની રીત

એક બાઉલમાં દહીં, ચણાનો લોટ અને 1 1/4 કપ પાણી મેળવી સારી રીતે જેરી લો જ્યાં સુધી તેમાં ગઠોડા ન રહે. તેને બાજુ પર રાખો. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં રાઇ અને જીરૂ મેળવો.

જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં મરચાં પાવડર, હળદર અને ધાણા-જીરા પાવડર મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સાંતળી લો.

તે પછી તેમાં દહીં-ચણાના લોટનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી, ધીમા તાપ પર 7 થી 8 મિનિટ સુધી રાંધો. તેમાં પ્રથમ 3 થી 4 મિનિટ સતત હલાવતા રહી રાંધી લો.

છેલ્લે તેમાં મિક્સ શાક અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વધુ 1 થી 2 મિનિટ સુધી રાંધી લો. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો. તૈયાર છે મિક્સ શાક સાથે યોગર્ટની કઢી