Not Set/ કાજૂવાળી ટીંડલી, આજે જ તમારા ઘરે ટ્રાય કરો

સામગ્રી 1 1/2 કપ સ્લાઇસ કરેલી ટીંડલી 5 ટેબલસ્પૂન કાજૂ 2 ટેબલસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન રાઇ 3 આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં (નાના ટુકડા કરેલા) એક ચપટીભર સાકર મીઠું (સ્વાદાનુસાર) સજાવવા માટે 2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર બનાવવાની રીત  એક બાઉલમાં જરૂરી પાણી મેળવી કાજૂને 30 મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો. જ્યારે દાણા […]

Food Lifestyle
r 1 કાજૂવાળી ટીંડલી, આજે જ તમારા ઘરે ટ્રાય કરો

સામગ્રી

1 1/2 કપ સ્લાઇસ કરેલી ટીંડલી
5 ટેબલસ્પૂન કાજૂ
2 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન રાઇ
3 આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં (નાના ટુકડા કરેલા)
એક ચપટીભર સાકર
મીઠું (સ્વાદાનુસાર)

સજાવવા માટે
2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર

બનાવવાની રીત 

એક બાઉલમાં જરૂરી પાણી મેળવી કાજૂને 30 મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.

જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં લાલ મરચાં, ટીંડલી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 8 થી 10 મિનિટ અથવા ટીંડલી બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

છેલ્લે તેમાં પલાળેલા કાજૂ, સાકર અને થોડું મીંઠુ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

ખમણેલા નાળિયેર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.