Not Set/ કપડાંને સાબુથી ધોવાની જરૂર નહીં પડે અને જાતે જ સાફ થઇ જશે, જાણો શું છે ટેકનીક

અમદાવાદ, એ દિવસ હવે વધુ દૂર નથી કે જ્યારે તમે વગર પોતાના કપડા સાફ કર્યા વિના તે તમને એકદમ સાફ લાગશે. કારણ કે, સંશોધકોનું કહેવુ છે કે, તેમણે એક એવી ટેકનીક વિકસાવી છે કે જેનાથી કપડાને બલ્બની રોશની અથવા તડકામાં રાખવા પર તે 6 મિનિટની અંદર જાતે જ સાફ થઈ જાય છે. મેલબોર્નના આરએમઆઈટી વિશ્વવિદ્યાલયના સંશોધકોએ વિશેષ […]

Lifestyle
43 કપડાંને સાબુથી ધોવાની જરૂર નહીં પડે અને જાતે જ સાફ થઇ જશે, જાણો શું છે ટેકનીક

અમદાવાદ,

એ દિવસ હવે વધુ દૂર નથી કે જ્યારે તમે વગર પોતાના કપડા સાફ કર્યા વિના તે તમને એકદમ સાફ લાગશે. કારણ કે, સંશોધકોનું કહેવુ છે કે, તેમણે એક એવી ટેકનીક વિકસાવી છે કે જેનાથી કપડાને બલ્બની રોશની અથવા તડકામાં રાખવા પર તે 6 મિનિટની અંદર જાતે જ સાફ થઈ જાય છે.

મેલબોર્નના આરએમઆઈટી વિશ્વવિદ્યાલયના સંશોધકોએ વિશેષ નેનો  ટેકનીકથી એક કપડુ તૈયાર કર્યુ છે, જે તડકામાં જાતે જ સાફ થઈ જાય છે. સંશોધકોની આ ટીમમાં એક ભારતીય મૂળના વૈજ્ઞાનિકનો પણ સમાવેશ થાય છે.

સંશોધક રાજેશ રામનાથને જણાવ્યું કે, જોકે હજી વોશિંગ મશીનને માર્કેટમાં લાવતા પહેલા ઘણું કરવાનું બાકી છે. પરંતુ આ સંશોધનથી ભવિષ્યમાં જાતે સાફ થનારા કપડાના વિકાસ માટે મજબુત આધાર તૈયાર થયો છે. આ સંશોધન એડવાન્સ મેટેરિયલ ઈન્ટરફેસેસ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે.

સંશોધકોએ આ કપડુ ચાંદી અને તાંબાના આધારે નેનો સંરચનાઓથી વિકસિત કર્યુ છે, જે પોતાના પ્રકાશ (તડકા)ને સુકાવવાની ક્ષમતા માટે જાણીતું છે. જ્યારે આ નેનો ટેકનીક પર પ્રકાશ પડે છે તો આમાં ઊર્જાના ઉત્પન્નથી ગરમ ઈલેક્ટ્રોન નિકળે છે. આ ગરમ ઈલેક્ટ્રોન મોટી માત્રામાં ઊર્જા ઉત્પન્ન કરે છે, જેનાથી આ કપડુ કાર્બનિક પદાર્થો (રેતી-માટી)ને હટાવી દે છે. રામનાથને આ અંગે જણાવ્યું કે, આ કપડુ કાર્બનિક પદાર્થોને તો સાફ કરે જ છે, પરંતુ હવે અમારી સામે આને જૈવિક પદાર્થોને પણ સાફ કરવા લાયક બનાવવાનો પડકાર છે.