Not Set/ શિયાળો આવ્યો છે, શરૂ કરશો ચ્યવનપ્રાશનું સેવન તો આટલાં થશે લાભ

અમદાવાદ, ધીરે ધીરે શિયાળો શરૂ થઇ રહ્યો છે ત્યારે શરદી,ખાંસી,ઠંડી અને ઢાઢિયા તાવના રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે.ડિસેમ્બર શરૂ થતા સુધીમાં ઠંડી તેનો ચમકારો બતાવશે ત્યારે ફેફ્સા અને શ્વાસને લગતા રોગો પણ ઉથલો મારશે.આવી ઠંડી ઋતુમાં જો ચ્યવનપ્રાશનું સેવન કરવામાં આવે તો ઘણાં ફાયદા થઇ શકે છે. જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે નબળુ હોય અથવા […]

Health & Fitness Lifestyle
Untitled શિયાળો આવ્યો છે, શરૂ કરશો ચ્યવનપ્રાશનું સેવન તો આટલાં થશે લાભ

અમદાવાદ,

ધીરે ધીરે શિયાળો શરૂ થઇ રહ્યો છે ત્યારે શરદી,ખાંસી,ઠંડી અને ઢાઢિયા તાવના રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે.ડિસેમ્બર શરૂ થતા સુધીમાં ઠંડી તેનો ચમકારો બતાવશે ત્યારે ફેફ્સા અને શ્વાસને લગતા રોગો પણ ઉથલો મારશે.આવી ઠંડી ઋતુમાં જો ચ્યવનપ્રાશનું સેવન કરવામાં આવે તો ઘણાં ફાયદા થઇ શકે છે. જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે નબળુ હોય અથવા તો તેને ઠંડી વધારે લાગતી હોય તો સૌથી પહેલા તેને ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપવામાં આવે છે.ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે.

આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વ હોય છે જે સંપૂર્ણપણ હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે જેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે. રોજ 1 ચમચી એટલે કે 12 ગ્રામ જેટલું ચ્યવનપ્રાશ ખાવું જોઈએ. સવારે બ્રેકફાસ્ટ કર્યા પહેલાં નવશેકા દૂધ સાથે લેવું અથવા રાતે સૂતા પહેલાં લેવું.

ઠંડીમાં ચ્યવનપ્રાશનું સેવન શરદી-ખાંસી અને સંક્રમણ સામે રક્ષણ આપે છે અને તે શરીરની ઈમ્યૂનિટી સિસ્ટમમાં પણ વધારો કરે છે.

ચ્યવનપ્રાશમાં આમળાનો ઉપયોગ વધુ થતો હોવાથી તેના સેવનથી શિયાળામાં સ્કીન પણ ડ્રાય નથી થતી.

ચ્યવનપ્રાશ ખાવાથી કબજીયાત સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને પાચન મજબૂત બને છે.

ચ્યવનપ્રાશ ખાવાથી ફેફસાં સંબંધી રોગો થતાં નથી. ઠંડીની સીઝનમાં અસ્થમા અને શ્વાસની તકલીફવાળાઓને પણ રાહત મળે છે.

ચ્યવનપ્રાશમાં અનેક હર્બ્સ હોવાથી તેને ખાવાથી ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. જેનાથી સ્કિન ગ્લોઈંગ અને હેલ્ધી બને છે.

નિયમિત ચ્યવનપ્રાશ ખાવાથી બોડી ટોક્સિન્સ દૂર થાય છે અને તે લોહીને પણ શુધ્ધ કરે છે.

ચ્યવનપ્રાશમાં અનેક એવી જડીબુટ્ટીઓ હોય છે જે સેક્સુઅલ પ્રોબ્લેમ્સને દૂર રાખે છે અને ફર્ટિલિટી પણ વધારવામાં મદદ કરે છે.