migraine/ માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે 5 ઘરેલું ઉપાય અપનાવો

ઘરેલું ઉપચારની મદદથી માથાનાં દુખાવામાં રાહત મેળવી શકો છે

Health & Fitness
Untitled design માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે 5 ઘરેલું ઉપાય અપનાવો

વ્યસ્ત લાઈફમાં ઘણીવખત ઘણા લોકો જુદી જુદી સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે. જેમાં માઈગ્રેનનો દુખાવો પણ આજકાલ સામાન્ય સમસ્યા તરીકે જોવા મળે છે. તે દુખાવો એટલો પીડાદાયક હોય છે કે સહન કરવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, દવા તો તેનું કામ કરે છે, પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપચારનો ઉપયોગ કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો
ઘણીવખત કામના કારણે તમે આખો દિવસ ભાગદોડમાં વ્યસ્ત રહો છો, જેના કારણે લોકો તણાવની સાથે-સાથે અનેક સમસ્યાઓનો પણ શિકાર બની જાય છે. તેમજ માથાનો દુખાવો પણ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. વિવિધ કારણોસર, ઘણા લોકોને માથાનો દુખાવો થતો હોય છે, પરંતુ જો માથાનો દુખાવો ચાલુ રહે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. આવી સ્થિતિમાં, તેને નજરઅંદાજ કરવાના બદલે તેની સારવાર કરવા માટે ઘરેલું ઉપચાર અજમાવો જોઈએ.

ઘણીવાર ખરાબ લાઈફસ્ટાઈલ , અનહેલ્દી ડાઈટ, મોબાઈલ-લેપટોપનો સતત ઉપયોગ કરવાને કારણે પણ આ સમસ્યાનું કારણ બની શકે છે. ઘણીવાર અનેક લોકો માઈગ્રેનના દુખાવા માટે પેઈનકિલર્સનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ દવાઓ કરતા વધારે તેઓ કેટલાક ઘરેલું ઉપચારની મદદથી માથાનાં દુખાવામાં રાહત મેળવી શકો છે. ચાલો જાણીએ.
માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય છે. અહીં પાંચ મુખ્ય ઉપચાર છે જે માઇગ્રેનના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે.

આદુ
આદુમાં આવશ્યક તત્વો અન્ય વસ્તુઓ કરતાં વધુ હોય છે, જે માઈગ્રેનના દુખાવામાં રાહત આપે છે. તમે આદુનો રસ કાઢીને તેને ગરમ પાણીમાં મિક્સ કરીને સેવન કરી શકો છો. તેનાથી પણ દુખાવામાં રાહત મળે છે.

લસણ
લસણમાં એટી-ઈફ્લેમેટરી ગુણ હોય છે, જે પીડા ઘટાડવામાં મદદ કરે છે. લસણનો રસ મધમાં ભેળવીને સેવન કરવાથી ફાયદો થાય છે.

મધ
મધમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી ઈફ્લેમેટરી ગુણો હોય છે જે માઈગ્રેનના દુખાવામાં મદદ કરી શકે છે. તમે સવારે અને સાંજે એક ચમચી મધનું સેવન કરી શકો છો.

નાળિયેર તેલ
મસાજ માટે નારિયેળ તેલ એક સારો ઓપ્શન છે. તેનાથી માથામાં માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.

અજમો
અજમામાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. તમે અજમાને નવશેકા પાણીમાં ઉકાળીને તે પાણીનું સેવન કરી શકો છો અથવા અજમાના તેલથી માલિશ કરી શકો છો. આ ઉપયોગ કરતા પહેલા એકવાર તમારા ડૉક્ટરની સલાહ લો