Daily Bathing/ રોજ ન્હાવું કેટલું જરૂરી? નિષ્ણાતો આ વિશે શું કહે છે…

ખાનગી મીડિયા રિપોર્ટ મુજબ રોજ ન્હાવું એ તો એક સામાજિક રિવાજ છે. સમાજમાં એ ધારણા છે કે ન્હાવાથી શરીરની દુર્ગંધ જતી રહે છે. સમાજમાં આવું જ સ્વીકારમાં આવ્યું છે. પરંતુ આ વાતમાં કોઈ સત્યતા જણાતી નથી.

Trending Health & Fitness Lifestyle
Image 24 1 રોજ ન્હાવું કેટલું જરૂરી? નિષ્ણાતો આ વિશે શું કહે છે...

Lifestyle : ભારતમાં લગભગ બધા લોકો દરરોજ ન્હાય છે. જોકે, દુનિયાના અન્ય દેશોમાં આવું નથી. વિશ્વમાં અંદાજે 1 તૃતીયાંશ અમેરિકન રોજ ન્હાય છે. ત્યાં જ ઓસ્ટ્રેલિયામાં 80%, પરંતુ ચીનમાં અડધાથી વધુ લોકો રોજ ન્હાતા નથી. તેઓ અઠવાડિયામાં માત્ર બે વખત જ ન્હાય છે.

એવામાં દરેકના મનમાં એક સવાલ જરૂર ઉઠે છે કે શું રોજ ન્હાવું જોઈએ?

ભારતમાં મોટા ભાગના લોકો માને છે કે રોજ ન્હાવાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીરની બધી ગંદકી દૂર થઇ જાય છે. પશ્ચિમમાં લોકોનું અલગ માનવું છે કે રોજ ન્હાવાથી સમયનો બહુ બગાડ થાય છે. જેનાથી કામ પર ધ્યાન આપી શકાતું નથી.

ખાનગી મીડિયા રિપોર્ટ મુજબ રોજ ન્હાવું એ તો એક સામાજિક રિવાજ છે. સમાજમાં એ ધારણા છે કે ન્હાવાથી શરીરની દુર્ગંધ જતી રહે છે. સમાજમાં આવું જ સ્વીકારમાં આવ્યું છે. પરંતુ આ વાતમાં કોઈ સત્યતા જણાતી નથી.

Does your child need to bathe every day? - Harvard Health

ડેનમાર્કની અલબોર્ગ યુનિવર્સિટીના પર્યાવરણ પ્રોફેસર ક્રિસ્ટીન ગ્રામ હેન્સને કહ્યું કે જો તમે 100 વર્ષ પાછળ જુઓ તો તે સમયે લોકો દરરોજ ન્હાતા હતા. એવા કોઈ પુરાવા નથી કે આનાથી કોઈ સ્વાસ્થ્ય લાભ થાય છે. આવી સ્થિતિમાં સમાજે કહ્યું હોવાથી લોકો સ્નાન કરે છે. ડોકટરો વારંવાર સલાહ આપે છે કે જો તમારી ત્વચા શુષ્ક છે અથવા તમે ખરજવું જેવા ત્વચાના ચેપનો શિકાર થાઓ છો, તો દરરોજ સ્નાન ન કરો. કારણ કે દરરોજ સ્નાન કરવાથી તમારી ત્વચામાં અટવાયેલા અસંખ્ય સૂક્ષ્મજીવો નાશ પામે છે જે તમારી ત્વચાને સુરક્ષિત કરવા માટે વપરાય છે.

સામાન્ય રીતે પશ્ચિમી દેશોના નિષ્ણાતો પાસેથી આવે છે. આ અંગે કોઈ વિશેષ સંશોધન કરવામાં આવ્યું નથી. આપણે જાણીએ છીએ કે ત્વચામાં રહેલા લાખો સારા બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવો ત્વચાનું રક્ષણ કરે છે પરંતુ ભારત જેવા દેશોમાં ધૂળનું પ્રદૂષણ ઘણું વધારે છે. જો ધૂળ ત્વચા પર ચોંટી જાય તો તે ઓછી નુકસાનકારક નથી. ડર્મેટોલોજિસ્ટ ડૉ. જોસી પાર્ક જણાવે છે કે તમે કેટલી વાર સ્નાન કરો છો તે તમારા શરીર પર કેટલો પરસેવો થાય છે અને તમારી ત્વચા પર કેટલી ધૂળ ચોંટી જાય છે તેના પર આધાર રાખે છે. જો આ વધારે હોય તો ન્હાવું જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોંઘી ભેટો નહિં પણ આ વસ્તુઓથી આકર્ષાય છે વૃષભ રાશિની મહિલાઓ

આ પણ વાંચો:લગ્નજીવન ટકાવી રાખવા જીવનસાથીને આ પ્રકારના શબ્દો ક્યારેય ન બોલવા

આ પણ વાંચો:ચશ્મા પહેરવાથી નાક પર લાગતા નિશાનથી છુટકારો મેળવવા અજમાવો આ ટિપ્સ