Not Set/ હેલ્દી અને પોષ્ટિક: લીલી હળદરનું શાક

લીલી હળદરનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી: 500 ગ્રામ ટમેટાની અધ્ધકચરી ગ્રેવી 500-750 ગ્રામ લીલી હળદર 500 ગ્રામ ઘી 500 ગ્રામ દહીં (લસ્સી જેવું) 250 ગ્રામ આદું 250 ગ્રામ મરચાની પેસ્ટ 250 ગ્રામ લીલા વટાણા 200 ગ્રામ કોથમીર 200-400 ગ્રામ સમારેલ ગોળ મીઠુ, લાલ મરચું લીલી હળદરનું શાક બનાવવાની રીત: સૌપ્રથમ ઘી માં લીલી હળદર […]

Lifestyle
dcc હેલ્દી અને પોષ્ટિક: લીલી હળદરનું શાક

લીલી હળદરનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી:

500 ગ્રામ ટમેટાની અધ્ધકચરી ગ્રેવી

500-750 ગ્રામ લીલી હળદર

500 ગ્રામ ઘી

500 ગ્રામ દહીં (લસ્સી જેવું)

250 ગ્રામ આદું

250 ગ્રામ મરચાની પેસ્ટ

250 ગ્રામ લીલા વટાણા

200 ગ્રામ કોથમીર

200-400 ગ્રામ સમારેલ ગોળ

મીઠુ, લાલ મરચું

લીલી હળદરનું શાક બનાવવાની રીત:

સૌપ્રથમ ઘી માં લીલી હળદર લાલાશ થાય ત્યાં સુધી સાંતળી લેવી (બળી ન જાય તેનુ ધ્યાન રાખવું.)પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી. ઘી છૂટું પડે એટલે આદું છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દેવું ત્યારબાદ મરચાની પેસ્ટ ઉમેરવી.

પછી જરૂર મુજબ મીઠુ અને લાલ મરચું ઉમેરવું. પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું. છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું. કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું. લો, હવે તૈયાર છે હળદરનું ટેસ્ટી શાક. આ શાકને બાજરીના રોટલા સાથે સર્વ કરવું.