Not Set/ રાજ્યના વાતાવરણમાં પલટો અનેક જગ્યાએ ઝરમર વરસાદ

રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ત્યારે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો. રાજુલાના કોવાયા પીપાવાવ પોર્ટ,રામપરા સહિત દરિયા કાંઠે વરસાદી ઝાપટું. જાફરાબાદના ટીમ્બી ગામે ઝરમર વરસાદ શરૂ. ખાંભા તાલુકાના ભુંડણી ગામે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું. શિયાળુ પાક અને કેરીના પાકને નુકશાન જવાની શક્યતા છે. વરસાદી માહોલના કારણે ધરતી પુત્રોમા ચિંતા જોવા […]

Top Stories Gujarat Others Videos
mantavya 356 રાજ્યના વાતાવરણમાં પલટો અનેક જગ્યાએ ઝરમર વરસાદ

રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ત્યારે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો. રાજુલાના કોવાયા પીપાવાવ પોર્ટ,રામપરા સહિત દરિયા કાંઠે વરસાદી ઝાપટું. જાફરાબાદના ટીમ્બી ગામે ઝરમર વરસાદ શરૂ.

ખાંભા તાલુકાના ભુંડણી ગામે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું. શિયાળુ પાક અને કેરીના પાકને નુકશાન જવાની શક્યતા છે. વરસાદી માહોલના કારણે ધરતી પુત્રોમા ચિંતા જોવા મળી રહી છે.

ત્યારે પંચમહાલમાં વાતાવરણમા પલટો જોવા મળ્યો. ધીમી ગતિની હવા સાથે વરસાદ પડ્યો. હાલોલ પંથકમાં વરસાદી ઝાપટું પડ્યુ. વરસાદને પગલે વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. જૂનાગઢના માંગરોળમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો.

સવારથી જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાપક્યો. કેરીના તથા ઘઉંના નૌભા પાકમાં નુકસાન થવાની શક્યતા છે. ત્યારે દીવમાં વાતાવરણમાં પલટો આવતા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં કાદવના લીધે વાતવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અચાનક આવી પડેલ વાતવરણમાં બદલાવ થી લોકોએ મિક્ષ ઋતું નો અનુભવ કર્યો હતો.