જુનાગઢ/ ગીરનાર પર્વત પર સ્થિત ગોરખનાથ મંદિર પર પડી વીજળી, શિખર થયું ધરાશાયી

ભારે વરસાદની સાથે ગીરનાર પર્વતના શીખર પર આવેલા ગોરખનાથ મંદિર પર વીજળી પડી હતી, જેમાં મંદિરનું શિખર અને તેની આસપાસનો અમુક ભાગ ધરાશાયી થયો હતો.

Gujarat Others
ગીરનાર પર્વત

રાજ્યભરમાં અચાનક આવી રહેલા વાતાવરણના પલટા વચ્ચે અનેક જગ્યાએ ભારે વરસાદથી સાથે સાથે વીજળી પડવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ત્યારે આ વચ્ચે ગીરનાર પર્વત પર પણ વરસાદ વરસ્યો હતો અને આ સાથે ગીરનાર પર્વત પર આવેલ ગોરખનાથ મંદિર પર વીજળી પડવાની ઘટના પણ બની છે.

આ પણ વાંચો :દિનેશ બારીઆની કસુરવાર કર્મચારીઓને સસ્પેન્ડ કરો નહિતર….

ભારે વરસાદની સાથે ગીરનાર પર્વતના શીખર પર આવેલા ગોરખનાથ મંદિર પર વીજળી પડી હતી, જેમાં મંદિરનું શિખર અને તેની આસપાસનો અમુક ભાગ ધરાશાયી થયો હતો. જો કે બીજી બાજુ આ વીજળી પડવાના કારણે કોઈ મોટી જાનહાનીના થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ સમાચાર નથી.

Untitled 186 ગીરનાર પર્વત પર સ્થિત ગોરખનાથ મંદિર પર પડી વીજળી, શિખર થયું ધરાશાયી

આ પણ વાંચો : પાવાગઢમાં આસો નવરાત્રિના પ્રારંભ સાથે માઁઈ ભક્તોનું ઉત્સાહભેર આગમન..!!

ઉલ્લેખનીય છે કે,નવરાત્રીના પહેલા દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ નવરાત્રીની મજા બગાડી હતી. નવરાત્રીના પહેલા દિવસે અમદાવાદના અનેક વિસ્તારોમાં સાંજે ચાર વાગ્યા બાદ એકાએક જોરદાર વરસાદ તૂટી પડ્યો છે. શહેરના નવરંગપુરા, વાડજ, ઉસ્માનપુરા, શાહપુર, કાલુપુર, બાપુનગર, પાલડી, વાસણા, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેલૈયા ચિંતામાં મૂકાયા છે. આમ તો ગુજરાતમાંથી ચોમાસુ સત્તાવાર રીતે વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ તેમ છતાંય વરસાદ ચાલુ રહેતા નવરાત્રીમાં કોઈ વિઘ્ન પડશે કે કેમ તે સવાલ ઉભો થયો છે.

આ પણ વાંચો :એમજીવીસીએલ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મી દ્વારા આડેધડ બિલ બનાવવાનો છબરડો

આ પણ વાંચો :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે..

આ પણ વાંચો :વિઠલાપરાથી લખતર રોડના ચાર માર્ગીય રસ્તાના કામનો ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ લખતર ખાતે યોજાયો