Not Set/ અન્ય દેશોની જેમ વડાપ્રધાન મોદી પહેલા વેક્સિન લગાવે, આ કોંગ્રેસ નેતાનું નિવેદન

કોરોનાની કપરી પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ પણ દેશના નેતાઓ સુધરવાનું નામ લઇ રહ્યા નથી. વેક્સિન મામલે પણ વિવિધ પાર્ટીના નેતાઓ આગળ આવીને અનાફશનાફ નિવેદનો

Top Stories India
1

કોરોનાની કપરી પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ પણ દેશના નેતાઓ સુધરવાનું નામ લઇ રહ્યા નથી. વેક્સિન મામલે પણ વિવિધ પાર્ટીના નેતાઓ આગળ આવીને અનાફશનાફ નિવેદનો આપી રહ્યા છે.દેશમાં કોરોનાની 2 વેક્સિનને મંજૂરી મળ્યા બાદ રાજકારણ શરૂ થયું છે. એક તરફ જ્યાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે વેક્સિન લગાવવાનો ઇન્કાર કરી દીધો અને તેમણે જણાવ્યું કે, આ ભાજપની વેક્સિન છે. તેના પર ભરોસો નહીં. ત્યારે બાબા રામદેવે એક નિવેદનમાં વેક્સિનનું સમર્થન કરે છે પરંતુ તેમણે જણાવ્યું હતું કે તેઓ વેક્સિન લગાવશે નહીં.બીજી તરફ બિહારના કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્માએ પણ નવો વિવાદ છેડ્યો છે.

coronaupdate / અમેરિકામાં કોરોનાનું તાંડવ, એક દિવસમાં મળ્યા ૩ લાખ જેટલા કેસ…

આ શ્રેણીમાં હવે વધુ એક નેતા નો ઉમેરો થયો છે કોંગ્રેસના ધારાસભ્ય અજીત શર્માએ માંગ કરી છે કે, જે પ્રકારે વેક્સિનને લઇને જનતાનો ભરોસો જીતવા માટે રશિયા અને અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલી રસી ખુદ લગાવી હતી, તેવી જ રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કોરોનાની પહેલી રસી લેવી જોઇએ જેથી જનતા વચ્ચે આને લઇને વિશ્વાસ વધે.કેન્દ્ર સરકાર પર પર પ્રહાર કરતા કોંગ્રેસ નેતા અજીત શર્માએ માંગ કરી છે કે, વડાપ્રધાન મોદીની સાથે ભાજપના વરિષ્ઠ નેતા પણ કોરોના રસી સૌથી પહેલા લે જેથી લોકો વચ્ચે વેક્સિનને લઇને લોકોમાં વિશ્વાસ આવે.

beware ….. !! / વાલીઓ ચેતજો… સુરતમાં બાળક રમત રમતમાં બટન ગળી ગયો, તાત્…

તેમણે કહ્યું કે, નવા વર્ષમાં 2 વેક્સિન આવી છે, આ ખુશીની વાત છે પરંતુ આને લઇને લોકોમાં શંકા પણ છે. આ શંકાને દૂર કરવા માટે જે રીતે રશિયા અને અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષે પહેલી રહી સગાવીને લોકોનો વિશ્વાસ જીત્યો છે, મારૂં માનવું છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સૌથી વરિષ્ઠ નેતાને પહેલી રસી લગાવીને લોકોનો વિશ્વાસ જીતવો જોઇએ.

China / ચીને અમેરિકાને આપી કંઈક આવી ધમકી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…