Not Set/ અમરેલી/ રહેણાંક વિસ્તારની બંધ શાળામાં સિંહબાળના ધામા

અમરેલી જીલ્લામાં સિંહ અને દીપડા સાથે લોકોને જીવવાની આદત નાખવી પડશે તેવું લાગી રહ્યું છે. અવારનવાર દીપડા કે સિંહ માનવ વસાહતમાં ધામા અનકહી જાય છે, કે પછી મારણ કરી જાય છે. વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવવા છતાય આ હિંસક પશુઓનો ત્રાસ આ વિસ્તારમાં યથાવત રહ્યો છે. તેના માટે કદાચ માનવ જ કયાંક ને કયાંક […]

Gujarat Others
bapu 3 અમરેલી/ રહેણાંક વિસ્તારની બંધ શાળામાં સિંહબાળના ધામા

અમરેલી જીલ્લામાં સિંહ અને દીપડા સાથે લોકોને જીવવાની આદત નાખવી પડશે તેવું લાગી રહ્યું છે. અવારનવાર દીપડા કે સિંહ માનવ વસાહતમાં ધામા અનકહી જાય છે, કે પછી મારણ કરી જાય છે. વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવવા છતાય આ હિંસક પશુઓનો ત્રાસ આ વિસ્તારમાં યથાવત રહ્યો છે. તેના માટે કદાચ માનવ જ કયાંક ને કયાંક જવાબદાર રહ્યો છે. અને જંગલ વિસ્તારમાં માનવની ઘૂસણખોરી મોટા અંશે જવાબદાર છે.

આવું જ કાઈ બન્યું છે અમરેલી જીલ્લાની એક શાળામાં ત્યાં રહેણાંક વિસ્તારની શાળામાં સિંહ બાળએ ધામા નાખ્યાનું જાણવા મળેલ છે. ખાંભાના રાયડી ગામની શાળાની ઘટના સામે આવી છે. રહેણાંક વિસ્તાર અને બંધ શાળામા સિંહબાળ ઘુસ્યા હતા. સવારે સિંહબાળના આગમનથી શાળા અને ગામમાં  અફરાતફરી મચી ગઈ હતી. અંતે વન વિભાગને જાણ કરતા  સિંહબાળને રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવા માટે કવાયત હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.