Ahmedabad/ AMTS ને ખોટના ખાડામાં ધકેલી કોન્ટ્રાક્ટરોને ઘી કેળા કરાવતુ સત્તાધારી ભાજપ

એ.એમ.ટી.એસ.નું તંત્ર દેવાના ડુંગર તળે દબાયેલું છે. દૈનિક રૂ,50 લાખથી વધુ રકમની ખોટ કરે છે. શાસકોએ પોતાના મળતીયા કોન્ટ્રાકટરોને ફાયદો કરાવવા ટોકન…

Top Stories Gujarat
AMTS Parking Fees

ભાજપ શાસકો ખાનગી બસ કોન્ટ્રાક્ટરોને માત્ર રૂ.1 પ્રતિદિન ભાડે AMTSના પાર્કિગ આપ્યાઃ કોંગ્રેસ

કોર્પોરેશનને 600 બસો પાર્ક કરવાની દૈનિક આવક માત્ર રૂ.600

AMTS Parking Fees: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત એ.એમ.ટી.એસ.નો વહીવટ ખાડે ગયો છે. બસ સેવા દૈનિક લાખો રૂપિયાની ખોટ કરે છે. ભાજપ સાશકોમાં ઇચ્છાશક્તિના અભાવને કારણે એ.એમ.ટી.એસની નાણાંકીય સ્થિતિ ખાડે ગઈ છે. શાસકોએ એ.એમ.ટી.એસ.ને ખાનગી કોન્ટ્રાક્ચરોના હાથમાં સોંપી દીધી છે. અમદાવાદમાં મેમનગર, સાબરમતી, મેમ્કો, શ્રીનાથ, મિલ્લતનગર, જમાલપુર વગેરે તેના બસ ડેપો છે. બસ ડેપોમાં બસો પાર્ક કરવામાં આવે છે. બસ ડેપોમાં સાત ખાનગી કોન્ટ્રાકટરોની 600 જેટલી બસો પાર્ક કરવામાં આવે છે. વાર્ષિક 150 કરોડથી પણ વધુ રકમ કોન્ટ્રાકટરોને ચૂકવવામાં આવે છે. કોન્ટ્રાકટરોને પોતાની ખાનગી બસો પાર્ક કરવા માટે માત્ર રોજના બસ દીઠ રૂ.1 ભાડે જગ્યા આપવામાં આવી છે. જેથી રોજના માત્ર રૂ.600 ભાડે કરોડોની મોકાની તમામ જગ્યા કોન્ટ્રાકટરોને આપી દેવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યુ કે એક તરફ એ.એમ.ટી.એસ.માં નાણાંકીય સંતુલન જાળવવા માટે ભાડામાં વધારા કરવામાં આવ્યો છે. બીજી તરફ ખાનગી બસના કોન્ટ્રાકટરોને નહીવત દરે પાર્કિગ કરવા દેવામાં આવે છે.

એ.એમ.ટી.એસ. દૈનિક રૂ.50 લાખ ખોટ કરે છે

એ.એમ.ટી.એસ.નું તંત્ર દેવાના ડુંગર તળે દબાયેલું છે. દૈનિક રૂ 50 લાખથી વધુ રકમની ખોટ કરે છે. શાસકોએ પોતાના મળતીયા કોન્ટ્રાકટરોને ફાયદો કરાવવા ટોકન ભાડાથી જગ્યા આપી દીધી છે. શહેરમાં વિવિધ સ્થળે ખાનગી પે એન્ડ પાર્કીગમાં 1 કે 2 કલાક વાહન પાર્ક કરવાની ફી અંદાજીત રૂ.30 છે. બીજી તરફ આખો દિવસ બસ પાર્ક કરવાના માત્ર રૂ. 1 વસુલવામાં આવે છે.

આ પણ વાંચો: Udaipur/ ઉદયપુર મર્ડર કેસના આરોપીઓ NIA રિમાન્ડ પર મોકલાયા, વકીલો દ્વારા ફાંસીની માંગ

આ પણ વાંચો: ગુજરાત/ નીમ કોટેડ યુરીયાનાં ઔદ્યોગિક વપરાશ સામે કડક કાર્યવાહી