Gujarat News/ IOCના ટેન્કરમાં UPથી રાજસ્થાન થઈ રાજકોટમાં દારૂ ઘુસાડ્યો

મીટર કાંટાએ પાંચ કલાક ક્રાઇમ બ્રાન્ચને પણ ગોથે ચડાવી

Top Stories Gujarat

Gujarat News :  ગુજરાતમાં સૌથી વધુ કોઈ બે નંબરનો વેપાર થતો હોય તો એ દારૂ છે. દારૂ માટે અલગ-અલગ મોડ, સોફ્ટવેર, નવી નવી ટેક્નિક, ટેક્નોલોજી સાથે નેટવર્ક કામ કરતું હોય છે, જેમાં વિનોદ સિંધી તો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂના સપ્લાય માટેની આખી જ કંપની ચલાવતો હતો, જે હાલ દુબઈમાં છે. હવે ગુજરાતમાં નવાં-નવાં સ્થળ, નવા રૂટ પરથી અને નવી-નવી પદ્ધતિથી દારૂના સપ્લાય શરૂ થયાં છે. પહેલા ગુજરાતના પાડોશી રાજસ્થાનથી દારૂ આવતો હતો, પરંતુ હવે છેક ઉત્તરપ્રદેશથી ગુજરાતમાં દારૂ આવવા લાગ્યો છે. આ એક ચોંકાવનારી બાબત છે, કારણ કે ઉત્તરપ્રદેશથી દારૂ ભરાય, ત્યાર બાદ રાજસ્થાન અને ત્યાંથી ગુજરાતના ચાર જિલ્લા અને છેક સૌરાષ્ટ્રના રાજકોટ સુધી પહોંચે છે. આ નવી લાઇન શરૂ થતાં હવે દેશભરના માફિયાઓ દારૂના વેપાર માટે ગુજરાત તરફ નજર કરી રહ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને ચોક્કસ માહિતી હતી કે ગેસના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થાય છે. હીરાસર એરપોર્ટ પાસેથી બાતમીમાં બતાવાયેલું ટેન્કર મળ્યું, પણ જોકે તેના ડ્રાઈવરે પોલીસને એવું કહ્યું કે આમાં વિદેશી દારૂ નથી, પરંતુ આખું ટેન્કર ગેસથી ભરેલું છે અને જો તમને વિશ્વાસ ન આવતો હોય તો આ મીટર કાંટો જોઈ લો. એ દર્શાવે છે કે આખું ટેન્કર ગેસથી જ ભરેલું છે. આમાં બીજી કોઇ વસ્તુ નથી. ડ્રાઈવરના કથનથી ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો.

બાતમી સચોટ હતી, ટેન્કર કબજામાં હતું, પણ જો તે ગેસથી ભરેલું હોય તો Sમાં તપાસ કરવી અતિજોખમી હતી, આથી બુધવારે બપોરે જપ્ત કરાયેલા ટેન્કરને અમદાવાદ હાઈવે પર આવેલા આઈઓસીના પ્લાન્ટ પર લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં આ ટેન્કરમાં ગેસ છે કે કેમ એની ચકાસણી કરવા જણાવાયું હતું. આઈઓસીના અધિકારી અને કર્મચારીઓએ સૌપ્રથમ તો આ ટેન્કરમાં ગેસ છે કે કેમ અને કેટલી માત્રામાં છે એની તપાસ કરી હતી. તેમને મીટર કાંટા પર નજર દોડાવી તો એ કાંટો એવું દર્શાવી રહ્યો હતો કે આ આખું ટેન્કર ગેસથી ભરેલું છે. આ વાત જાણીને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ દ્વિધામાં મુકાઈ ગયા હતા કે બાતમી હતી એ ટેન્કર જ છે? તો પછી એમાં ગેસ કેવી રીતે હોઇ શકે? આ બધી ગડમથલ લગભગ પાંચેક કલાક સુધી ચાલી હતી.
આ બધા વચ્ચે એક અધિકારીની નજર મીટરકાંટા પર ગઈ હતી. બારીકાઈથી નિરીક્ષણ કરતાં મીટરકાંટો કોઇ પ્રવાહીથી ચોંટાડેલો હતો અને ઓઈલ કંપનીના અધિકારીઓ પણ ચકાસણી કરે તો તેમને પ્રથમ દૃષ્ટિએ તો એવું જ લાગે કે મીટરકાંટા મુજબ ટેન્કર આખું ગેસથી ભરેલું છે. મીટર કાંટાની બારીકાઈથી ચકાસણી કરી તો દારૂનો વેપલો કરતા બૂટલેગરોએ કેવી અનોખી ટ્રિક અજમાવી હતી એ સ્પષ્ટ થઈ ગયું. મીટરકાંટો ખોટો હતો એ પણ અંતે નક્કી થઈ ગયું. આઈઓસીના અધિકારીઓએ ક્રાઈમ બ્રાન્ચની ટીમને કહી દીધું કે આ આખું એક ષડ્યંત્ર છે, મીટરકાંટો જ ખોટો છે, પરંતુ ટેન્કરની અંદર થોડો ઘણો ગેસ હોઇ શકે એવી શક્યતા છે.

જો આ ટેન્કરને તમારે તોડવું હોય તો અવાવરૂ સ્થળે લઈ જઈને કાર્યવાહી કરજો. ડીસીબીની ટીમ ટેન્કરને અવાવરૂ સ્થળે લઈ ગઈ. ત્યાર બાદ પાછળના ભાગથી સીલ તોડતાં અંદર દારૂનો જંગી જથ્થો મળ્યો. આમ, બૂટલેગરે તો ગજબની ટ્રિક અપનાવી હતી, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે આઈઓસીના અધિકારીની મદદ લેતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું
આ સમગ્ર બાબતે મહત્ત્વની વાત એ છે કે દારૂ ગેસના ટેન્કરની અંદર લાવવામાં આવતો હતો અને એ પણ 10,000 બોટલ, જેની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા જેટલી થાય છે અને એ પાછો રાજકોટ સુધી પહોંચી ગયો ને કોઈને ખબર પણ ન પડી. આ સાથે કેટલાક નવા સવાલો પણ ઊભા થઇ રહ્યા છે કે શું આ કોઇ નવી મોડસ ઓપરેન્ડરીથી દારૂ અહીં સુધી ઘુસાડવામાં આવ્યો છે? પણ આ બધા વચ્ચે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બિનવારસી ડ્રગ્સ અને ખૂણે-ખૂણેથી આતંકવાદીઓએ છુપાવેલાં હથિયારો શોધી કાઢતી એજન્સીઓને શું આ વાતની ખબર નહીં પડી હોય?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર કચ્છમાં લમ્પી રોગચાળાએ ઉચક્યું માથું, પશુપાલકોમાં ફફડાટ

આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના જિલ્લામાં રીસ્ટોરેશન કામગીરી ,સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય

આ પણ વાંચો: કોરોના બાદ સ્વાઇન ફ્લૂનો કહેર, અમદાવાદમાં એક મહિનામાં 10 દર્દીનાં મોત