Junagadh/ જુનાગઢ ધારાસભ્યના વોર્ડમાં કાદવ કિચડના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન

વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ કાદવ – કીચડ માંથી ચાલવા મજબુર બન્યા

Top Stories Gujarat
Beginners guide to 2024 06 28T213552.883 જુનાગઢ ધારાસભ્યના વોર્ડમાં કાદવ કિચડના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન

Junagadh News : જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાના વોર્ડ નંબર સાતમાં આવેલા અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ રોડ રસ્તાઓ બનાવવામાં ન આવતા ગામડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને જ્યાં જુઓ ત્યાં કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાયું છે જેથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે અને સ્થાનિક કોર્પોરેટરો સામે નારાજગી દર્શાવી છે.

ચોમાસુ શરૂ થાય તે પહેલા મહાનગરપાલિકા પ્રિમોન્સૂન કામગીરીની વાતો કરતું હોય છે પરંતુ કામગીરી ફક્ત કાગડો પર જ રહી જતી હોવાનું દિવસેને દિવસે સામે આવી રહ્યું છે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા ના વોર્ડ નંબર સાતમાં આવેલા હરિઓમ નગર ૧ -૨ ,જીવનધારા ૧ -૨ ,વાલાણીનગર ,રણછોડનગર સહિતની સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે અનેક વિસ્તારોમાં જળ ભરાવ અને કાદવ કીચડની સમસ્યા સર્જાય છે.

અનેકવાર ધારાસભ્ય અને કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારમાં કોઈ ફરક તું પણ નથી તેવા આક્ષેપો સ્થાનિક લોકોએ લગાવ્યા છે અને મનપા ના પાપે આ સોસાયટી ના રહીશો ,વેપારીઓ તેમજ વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ કાદવ – કીચડ માંથી ચાલવા મજબુર બન્યા છે મનપાની પ્રીમોન્શુન કાર્યવાહી થઇ જ નથી તેમ કહી શકાય .ત્યારે હર હમેંશ ની જેમ રેઢીયાળ મનપા તંત્રની પોલ ખુલતી નજરે પડી રહી છે.ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદ અધિકારીઓ દ્વારા સ્થળ પર આવીને તપાસ કરવી જોઈએ તેમજ કોર્પોરેટરોને ચૂંટણી સમયે દરવાજો ખટખટ આવીને મત માંગવા સમય મળે છે પરંતુ લોકોની સમસ્યા ટાણે સમય જ નથી મળતો અને લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો