લોકડાઉન/ પાકિસ્તાનના ઘણાં વિસ્તારોમાં પણ ફરીથી લોકડાઉન, શોપિંગ મોલ અને રેસ્ટોરન્ટ બંધ

પાકિસ્તાનમાં પણ કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ કારણોસર, પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

Top Stories World
lockdown pakistan પાકિસ્તાનના ઘણાં વિસ્તારોમાં પણ ફરીથી લોકડાઉન, શોપિંગ મોલ અને રેસ્ટોરન્ટ બંધ

પાકિસ્તાનમાં પણ કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ કારણોસર, પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન બજારો, શોપિંગ મોલ્સ, ઓફિસો અને રેસ્ટોરાં બંધ કરી દેવામાં આવ્યા છે અને માત્ર ખાદ્ય પદાર્થો, માંસ અને દૂધની દુકાન જ ખુલ્લી રહેશે.

Provinces announce easing lockdown even as Pakistan witnesses record rise  in coronavirus cases - Pakistan - DAWN.COM

પંજાબના આરોગ્ય પ્રધાન યાસ્મિન રાશિદે જણાવ્યું હતું કે સાવચેતી રૂપે, ગુજરાત, સિયાલકોટ, હાફીઝાબાદમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.પાકિસ્તાનમાં બ્રિટનનો સ્ટ્રેન ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં એક દિવસમાં 3495 નવા કેસ નોંધાયા છે. 6 ડિસેમ્બર પછી નવા દર્દીઓની સંખ્યામા સૌથી વધારે  છે. પાકિસ્તાન સરકારનું માનવું છે કે દેશમાં હાલમાં કોરોના સંક્રમણ નો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે.  

COVID-19: Pakistan extends lockdown until April 30

બ્રિટન સહિત કેટલાક અન્ય દેશોમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ રસીની માંગ પણ ઝડપથી વધી રહી છે. યુકેમાં સાપ્તાહિક સપ્લાય અપૂરતી હોવાને લઈને ચિંતામાં વધારો થયો છે, બ્રિટને 10 કરોડ રસી ડોઝની માંગ કરી હતી, પરંતુ હાલમાં સીરમ સંસ્થા 5 મિલિયન ડોઝ આપવા માટે સક્ષમ છે. બ્રિટિશ કમ્યુનિટિ સેક્રેટરી રોબર્ટ ગેનરિચે કહ્યું હતું કે ઉત્પાદકોને થોડા દિવસોથી  સપ્લાય પૂરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુરોપિયન યુનિયન (ઇયુ) એ રસી પુરવઠાના અભાવ અંગે એસ્ટ્રાઝેનેકાને એક પત્ર લખ્યો છે