Not Set/ કોંગ્રેસને ઝટકો, પાર્ટી પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

કોંગ્રેસને આજે એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમાં રાજીનામું આપ્યું છે. તેઓએ તેનું રાજીનામુ રાહુલ ગાંધીને મોકલ્યું છે. હાલમાં તો એવી ચર્ચા ચાલી રહી છે તે શિવસેનામાં સામેલ થઇ શકે છે. Congress Spokesperson Priyanka Chaturvedi wrote to Rahul Gandhi, said have resigned from all posts and the primary membership of […]

Top Stories
Priyanka Chaturvedi કોંગ્રેસને ઝટકો, પાર્ટી પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

કોંગ્રેસને આજે એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમાં રાજીનામું આપ્યું છે. તેઓએ તેનું રાજીનામુ રાહુલ ગાંધીને મોકલ્યું છે. હાલમાં તો એવી ચર્ચા ચાલી રહી છે તે શિવસેનામાં સામેલ થઇ શકે છે.

આ સાથે જ તેને તેના ટ્વિટર પરિચયમાંથી પણ એઆઇસીસી પ્રવક્તા શબ્દને દૂર કર્યો છે.

17 એપ્રિલના રોજ પાર્ટીને લઇને તેની નારાજગી દર્શાવતા ટ્વિટ કરી હતી કે

 હું ખૂબ જ દુ:ખ અનુભવું છું કે પોતાનો પરસેવો પાડીને મહેનત કરતા વધુ ગુંડા લોકોને કોંગ્રેસમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. પાર્ટી માટે મે અપશબ્દો સહન કર્યા છે અને પથ્થર પણ ખાધા છે, આમ છતાં પાર્ટીના જ નેતાઓએ મને ધમકી આપી છે. જે લોકો ધમકી આપી રહ્યા હતા તે બચી ગયા છે. તેઓ વિરુદ્વ કોઇપણ પ્રકારની કાર્યવાહી વગર બચી જવું એ ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ વાત છે.

શું છે પુરો મામલો

આ ટ્વિટ સાથે એક પત્ર પણ જોડાયેલા છો જેને વિજય લક્ષ્મીના ટ્વિટર હેંડલથી જારી કરાયો છે. હકીકતમાં મામલો મથુરાની એ પ્રેસ કોન્ફરન્સથી જોડાયેલો છે જેમાં પ્રિયંકાએ રાફેલ મુદ્દે ભાજપને ઘેર્યું હતું. આરોપ છે કે  કોંગ્રેસના જ નેતાઓએ કાર્યકરોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ત્યારબાદ કેટલાકની વિરુદ્વ કાર્યવાહી પણ થઇ હતી. પત્રમાં શિસ્તને લઇને વાત કરવામાં આવી હતી. પરંતુ એમ પણ લખાયું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાના કહેવા પર આ કાર્યવાહી રદ કરવામાં આવી છે.